રાજકારણ@ધારી: વિધાનસભાની પેટાચૂંટણી પૂર્વે કોંગ્રેસના આગેવાનોએ કેસરિયા કર્યા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. રાજુલાના જૂની બાર પટોળી ગામે કૉંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ધારી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં ગાબડું પડતા રાજકારણ ગરમાયું છે. આ પહેલા કચ્છમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય ભાજપમાં સામેલ થયા હતા. અટલ
 
રાજકારણ@ધારી: વિધાનસભાની પેટાચૂંટણી પૂર્વે કોંગ્રેસના આગેવાનોએ કેસરિયા કર્યા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. રાજુલાના જૂની બાર પટોળી ગામે કૉંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ધારી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં ગાબડું પડતા રાજકારણ ગરમાયું છે. આ પહેલા કચ્છમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય ભાજપમાં સામેલ થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધારી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં ગાબડું પડતા રાજકારણ ગરમાયું છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળવંત લાડુમોર સહિતના આગેવાનોએ ભાજપ પ્રભારી ધર્મેંદ્રસિંહ જાડેજાની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યા છે. આ પહેલા કચ્છમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય ભાજપમાં સામેલ થયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ડાંગમાં પણ કૉંગ્રેસના ઘણા કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા. કાલીબેલ વિસ્તારમાં યોજાયેલ સભામાં 153 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વઘઈ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, નિવૃત શિક્ષકો પણ ભાજપમાં જોડાયા હતા. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.