રાજકારણ@ગુજરાત: AIMIM-BSPની એન્ટ્રીથી કોંગ્રેસને નુકશાન, સુરતમાં AAPની શાનદાર એન્ટ્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગત રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે મત ગણતરી ચાલી રહી છે. પરિણામ પર સ્પષ્ટ નજર કરીએ તો, લગભગ દરેક મહાનગરપાલિકામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ તરફ સ્થિતિ એવી પણ બની છે કે, AIMIM-BSPની એન્ટ્રીથી કોંગ્રેસને નુકશાન પહોંચ્યુ છે. આ સાથે સુરતમાં AAP પાર્ટીની શાનદાર એન્ટ્રી થઇ છે.
 
રાજકારણ@ગુજરાત: AIMIM-BSPની એન્ટ્રીથી કોંગ્રેસને નુકશાન, સુરતમાં AAPની શાનદાર એન્ટ્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગત રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે મત ગણતરી ચાલી રહી છે. પરિણામ પર સ્પષ્ટ નજર કરીએ તો, લગભગ દરેક મહાનગરપાલિકામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ તરફ સ્થિતિ એવી પણ બની છે કે, AIMIM-BSPની એન્ટ્રીથી કોંગ્રેસને નુકશાન પહોંચ્યુ છે. આ સાથે સુરતમાં AAP પાર્ટીની શાનદાર એન્ટ્રી થઇ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતમાં 8 સીટો પર આપ પાર્ટી વિજેતા બની છે. જોકે હજી વધુ સીટોમાં પાર્ટીને જીત મળી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં 2021ની આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતના રાજકારણનું ચિત્ર બદલાયેલું જોવા મળ્યું. પહેલાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેને લડાઇમાં હવે અન્ય ત્રણ રાજકીય પાર્ટીઓનો પ્રવેશ ક્યાંકને ક્યાંક બંને પાર્ટીઓ માટે નુકશાનકારક નિવડી શકે છે. 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAP, AIMIM અને બસપાની એન્ટ્રી થઈ છે. આજે બપોર સુધીમાં સુરતમાં 8 સીટો પર આપ પાર્ટીના અને જામનગરમાં 3 સીટો પર બસપાના ઉમેદવારોની જીત થઇ છે.

રાજકારણ@ગુજરાત: AIMIM-BSPની એન્ટ્રીથી કોંગ્રેસને નુકશાન, સુરતમાં AAPની શાનદાર એન્ટ્રી
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રણ રાજકીય પાર્ટીની 2021ની ચૂંટણીમાં સૌથી મોટી અસર દેખાઈ રહી છે. જેમાં ખાસ કરીને સુરતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીએ 8 બેઠકો જીતી લીધી છે. ગુજરાતની જનતાને પહેલીવાર ત્રીજા પક્ષની હાજરી મળતા લોકોએ પોતાનુ વલણ બદલ્યું છે. જે ભવિષ્યમાં થનારા મોટા રાજકીય ફેરફારના સંકેત આપી રહ્યું છે. સુરતમાં હજી આમ આદમી પાર્ટી વધુ બેઠકો જીતે તે આંકડાઓ પરથી દેખાઈ રહ્યું છે.

સુરતમાં છેલ્લી ઘડીએ પાટીદાર ફેક્ટર કામ કરી ગયુ હોવાનું હાલની સ્થિતિએ મનાઇ રહ્યુ છે. કારણકે સુરતમાં કોંગ્રેસ પાર્ટી હાલ પુરતી સાવ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. આ તરફ જામનગરમાં બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટીએ 3 બેઠકો જીતી છે. બસપાએ અહી ભાજપના ગઢમાં ગાબડુ પાડ્યું છે. સ્થાનિક સ્તરે લોકો અન્ય રાજકીય પક્ષો તરફ વળ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.