રાજકારણ: મોરબીના જીતુ સોમાણીએ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાંણીએ રાજીનામું આપતા આંતરિક વિવાદ બહાર આવ્યો છે. જીતુ સોમાંણીએ જણાવ્યું કે, મોરબી જીલ્લા ભાજપ સંગઠન જાહેર કરવામાં આવ્યું . આ સંગઠનમાં મારી મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે . આ પદ પરથી હું રાજીનામું આપું છું. મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં મે જીલ્લા
 
રાજકારણ: મોરબીના જીતુ સોમાણીએ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક

મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાંણીએ રાજીનામું આપતા આંતરિક વિવાદ બહાર આવ્યો છે. જીતુ સોમાંણીએ જણાવ્યું કે, મોરબી જીલ્લા ભાજપ સંગઠન જાહેર કરવામાં આવ્યું . આ સંગઠનમાં મારી મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે . આ પદ પરથી હું રાજીનામું આપું છું.

મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં મે જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત મે આપને, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાને, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાને મે કરી હતી. આ સાથે મેં તેમને તે પણ જણાવેલ કે જો મને મહામંત્રી પદ પર નિમણુંક કરવામાં ન આવે તો મારે અન્ય કોઈ પદ જોઈતું નથી. આમ છતાં મને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપેલ છે જેથી હું આ રાજીનામુ આપું છું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ચૂંટણીમાં તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઈ સરવૈયા પક્ષ વિરોધી પ્રવૃતિ કરી અપક્ષ ચૂંટણી લડી હતી. પાર્ટીએ તેને ૬ વર્ષે માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરેલ. છતા પોતાના સ્વાર્થે ખાતર આવી વ્યકિતને ફરી પક્ષમાં લેવામાં આવેલા જે ખૂબજ ગંભીર બાબત ગણી શકાય તેટલામાં જ ફરી આ ગોરધનભાઈ સરવૈયાને જાહેર થયેલા જીલ્લા ભાજપ સંગઠનમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપવામાં આવેલ તે બાબત અતિ ગંભીર ગણી શકાય. જો આ રીતે જ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને છાવરવામાં આવતા હોય તો પણ કેવી રીતે ચાલી શકે આ બાબતથી નારાજ થઈ હું આ રાજીનામું આપી રહયો છું.