આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કેહવાય છે કે જો જિંદગીમાં કોઈ મોટો મુકામ હાંસલ કરવાની તમન્ના હોય તો ફરી રસતામાં આવનાર કઠણાઈ પણ પોતાનો રસ્તો બદલી લે છે. આ વાત એકદમ સટીક બેસે છે ગોવાની સવિતા યાદવ પર. સવિતા એ છોકરી છે જેની જિંદગી મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી હતી પરંતુ હવે તેણે દેશનું નામ રોશન કરી ખુદની ઓળખ દુનિયાભરમાં બનાવી લીધી છે. 17 વર્ષ બાદ કવિતાએ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં એકલ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે ડબલ્સમાં સિલ્વર મેડલ પર કબ્જો કર્યો.

સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ-2019માં ભારતનું પ્રદર્શન સૌથી સારું ચાલી રહ્યું છે. પદક તાલિકામાં 44 ગોલ્ડ, 52 સિલ્વર અને 67 બ્રોન્ઝ સહિત ભારત કુલ 163 મોડેલની સાથે ટોપ પર છે. જ્યારે ચીન બીજા નંબર પર છે. સવિતાના પરિવારની વાત કરવામાં આવે તો તેની માં છે જે ઘર ચલાવવા માટે લોકોના ઘરમાં જઈ કચરાં-પોતાં મારે છે. સવિતાના પિતાનું દેહાંત થઈ ચૂક્યું છે. બધી જવાબદારી સવિતાના ખંધા પર હતી જેણે હિમ્મત ન હારતા ગેમમાં આગળ વધવા વિચાર્યું, જેનું પરિણામ હવે તેને મોટી સફળતાના રૂપમાં મળી ચૂકી છે.

સવિતા મેડલ જીત્યા બાદ એટલી વ્યસ્ત હતી કે પોતાની માતાને ખુશખબરી આપવાનો સમય પણ ન મળ્યો. હવે તે ઘરે ફરીને સરપ્રાઈઝ આપવાની તૈયારીમાં છે. સવિતાને બૌદ્ધિક વિકલાંગતાની સાથોસાથ સરખી રીતે બોલવામાં પણ પરેશાની થાય છે. સવિતાએ એક સ્પેશિયલ સકૂલમાં દાખલો લીધો જયાં વોકેશનલ ટ્રેનિંગ આપી આપવામાં આવે છે. જયાં બાળકોને સિલાઈ અને કુકિંગ સિવાય પણ ઘણું બધું સિખવવામાં આવે છે પરંતુ તેને ટેબલ ટેનિસમાં જ રસ હતો. તેણીએ 2015માં જાણ્યું કે બેડમિન્ટનથી વધુ તે આ રમતમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. ટેબલ ટેનિસની કોચ શીતલ નેગીએ કહ્યું કે સવિતાની મહેનત અે લગનથી તેનું સપનું પૂરું થયું. તેમણે કહ્યું કે હું સવિતાને 2 વર્ષથી જાણું છું અને તેનામાં મોટો આત્મવિશ્વાસ છે. બહુ ઓછા સમયમાં લોકોને માલુમ પડ્યું કે સ્પેશિયલ ઓલિમ્પિક એથલીટને પણ જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય સ્તરને પાર કર્યા બાદ ઈન્ટરનેશનલ લેવલે રમવાનો મોકો મળે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code