atal bihari vajpayee
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીનો જન્મ 25 ડીસેમ્બર 1993ના રોજ થયો હતો. તેમણે વિદેશમંત્રી તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં આપેલ ભાષણ હોય કે સરકાર પડી ભાંગી હોય, તેઓએ ક્યારેય હાર માની નથી. આપને બતાવી દઈએ કે લખનઉ અટલજીની કર્મભૂમિ રહી છે.
દેશના દરેકપક્ષોમાં અટલ બિહારી પ્રત્યે સહાનુભૂતિ રહી છે. લખનઉથી અટલ બિહારી વાજપાયી 1991, 1996, 1998, 1999, 2004માં સાંસદ રહી ચુક્યા છે.

ગરીબ બ્રાહ્મણ પરિવારમાં અટલજીનો જન્મ થયો છે

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરના એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. કોલેજસુધીનું શિક્ષણ ગ્વાલીયરમાં પુરુ કર્યા બાદ રાજનીતિશાસ્ત્રની ડીગ્રી માટે કાનપુર અભ્યાસ કરવાનું મન બનાવ્યું. પરંતુ આર્થિક સદ્ધરતા ન હોવાથી તેમના પિતા તેમને મોકલવા માંગતા ન હતા.
યુવા અટલજીનો આગળ અભ્યાસ કરવાનો ઈરાદા વચ્ચે ઘરની પરિસ્થિતિ મુશ્કેલી સર્જી રહી હતી. આ બાબતની જાણ તત્કાલીન રાજા જીવાજીરાવને થઈ તેમણે અજલજીને શિષ્યવૃત્તિ આપી. આ શિષ્યવૃત્તીના સહારે અટલજી 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન દર મહિને 75 રુપિયા રાજા તરફથી અટલજીને મળતા રહ્યા.

1955માં લોકસભા ચુંટણી લડ્યા

અટલ બિહારી બાપવાયી પહેલી વાર 1955માં લોકસભા ચુંટણી લડ્યા. પરંતુ તેમાં તેમની હાર થઈ. 1957માં જનસંઘે તેમને 3 લોકસભા સીટોમાં લખનઉ, મથુરા અને બલરામપુરથી ચુંટણી લડાવ્યા. જેમાંથી બલરામપુર સીટ ઉપરથી જીત મેળવી. 1957 થી 1977 સુધી જનસંઘના સાંસદ બની રહ્યા.

1968 થી 1973 સુધી તેઓ બારતીય જનસંગના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ શોભાવ્યું. 1977 થી 1979 સુધી વિદેશ મંત્રી પણ રહ્યા. 1996માં પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા પરંતુ ગણતરીના દિવસોમાં પ્રધાનમંત્રીનું પદ ગયું. 1998 થી 2004 સુધી ફરીવાર પ્રધાનમંત્રી બન્યા.

અટલજીએ ખૂબ જ સંઘર્ષ કરી પોતાનું નામ બનાવ્યું. રાષ્ટ્રીય ભાષા હિન્દી પ્રત્યે ઘણુ માન ધરાવતા આ નેતાએ ભાજપની મજબૂત નિવના પ્રણેતા ગણાય છે.

એક સાથે ચાર રાજ્યોમાં સાંસદ તરીકે જીત મેળવી

અટલજી એટલા લોકપ્રિય હતા કે તેમણે ગુજરાત, યુ.પી., એમ.પી. અને દિલ્હીથી ચુંટણી લડ્યા અને જીત પણ મેળવી.

ભારતરત્ન બન્યા

વર્ષ 2015માં તેમને ભારતના સર્વોચ્ચ સન્માનીત એવોર્ડ ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યા. તેમની સાથે-સાથે પંડિત મદન મોહન માલવીયાને પણ આજ વર્ષે ભારતરત્ન મેળવ્યો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code