કાર્યવાહી@ગુજરાત: રાજ કુન્દ્રા કેસમાં સુરતના ઇસમની ધરપકડ, બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજના ગુજરાતી સાગરીત તનવીર હાશ્મીની સુરત પોલીસે ધરપકડ કરી હતી અને હવે તેના બેન્ક અકાઉન્ટની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.રાજ કુન્દ્રાની ધરપકડ બાદ સમગ્ર ભારતમાં તેના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો અને હવે ગુજરાતી સાગરિત તનવીર વિશે પોલીસ તપાસ કરી
 
કાર્યવાહી@ગુજરાત: રાજ કુન્દ્રા કેસમાં સુરતના ઇસમની ધરપકડ, બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજના ગુજરાતી સાગરીત તનવીર હાશ્મીની સુરત પોલીસે ધરપકડ કરી હતી અને હવે તેના બેન્ક અકાઉન્ટની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.રાજ કુન્દ્રાની ધરપકડ બાદ સમગ્ર ભારતમાં તેના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો અને હવે ગુજરાતી સાગરિત તનવીર વિશે પોલીસ તપાસ કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તનવીર સુરતમાં પોર્ન ફિલ્મ બનાવતો હતો અને કહેવાય છે કે કથિત આરોપી રાજ કુન્દ્રાના બિઝનેસને ગુજરાતમાં આગળ વધારવાનું કામ તનવીર હાશ્મી કરતો હતો. ક્રાઇમબ્રાંચે ફેબ્રુઆરી 2021માં મુંબઇમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક ઍપ પર પ્રકાશિત કરવા મુદ્દે કેસ નોંધ્યો હતો. આ મામલામાં રાજ કુન્દ્રા વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચ પાસે પર્યાપ્ત પુરાવા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, થોડા સમય પહેલા વેબ સિરીઝના નામ પર અશ્લીલ ફિલ્મો બનાવવાના રેકેટનો ખુલાસો થયો હતો. જેમાં ગહના વશિષ્ઠનું નામ આવ્યું હતુ. આ મામલામાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે ગુજરાતના સુરતથી તનવીર હાશ્મીની ધરપકડ કરી હતી. તનવીર હાશ્મીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે કેવી રીતે અલગ અલગ ફિલ્મોને વીડિયો ઍપ્સ પર ડાઉનલોડ કરવાનું કામ કરતો હતો. ઉમેશ કામત રાજ કુન્દ્રાની કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટર છે. તે સમયે ચર્ચામાં આવ્યો હતો કે વેબ સિરીઝના નામ પર પોર્ન સિરીઝ બનાવવાનું આ રેકેટ મુંબઇથી ગુજરાત અને દેશ વિદેશ સુધી ફેલાયેલું છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો