કાર્યવાહી@સુરત: પાટીદાર અગ્રણીના આપઘાત મામલે બિલ્ડર સહિત 2 ઝડપાયા
અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે કરોડપતિ ક્વોરી માલિક દુર્લભ પટેલના આપઘાત મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે .આ મામલે સુરતમાં દુર્લભ પટેલ આપઘાત મામલે બિલ્ડર ભાવેશ સવાણી અને રાજુ લાખા ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. ડિજિટલ સર્વેલન્સના આધારે મધ્યગુજરાતમાંથી બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતમાં ગત
Sep 15, 2020, 14:14 IST

અટલ સમાચાર,ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે કરોડપતિ ક્વોરી માલિક દુર્લભ પટેલના આપઘાત મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે .આ મામલે સુરતમાં દુર્લભ પટેલ આપઘાત મામલે બિલ્ડર ભાવેશ સવાણી અને રાજુ લાખા ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. ડિજિટલ સર્વેલન્સના આધારે મધ્યગુજરાતમાંથી બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરતમાં ગત દિવસોએ ક્વોરી માલિકે આત્મહત્યા કરી લેતાં મામલો ગરમાયો છે. જમીન વિવાદને કારણે પોલીસ અને ભૂમાફિયાના ત્રાસથી દુલર્ભ પટેલે મોત વહાલુ કર્યુ હતુ. જે મામલે પોલીસ સહિત બિલ્ડરની પણ ધરપકડ કરવામાં આવી છે. જમીનની ડીલમાં પોલીસના દબાણથી આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.