કાર્યવાહી@સુરત: કરોડપતિ ક્વોરી માલિકના આપઘાત કેસમાં PI સહિત 11 સામે FIR

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરત જિલ્લાના ઓલપાડની અલગ અલગ સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર આગેવાન તેમજ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા દુર્લભભાઈએ માંડવી નજીકના ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આપઘાત કરી લીધો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પાટીદાર અગ્રણી તેમજ કરોડપતિ ક્વોરી માલિકના આપઘાત કેસમાં સુરતના રાંદેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ
 
કાર્યવાહી@સુરત: કરોડપતિ ક્વોરી માલિકના આપઘાત કેસમાં PI સહિત 11 સામે FIR

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરત જિલ્લાના ઓલપાડની અલગ અલગ સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર આગેવાન તેમજ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા દુર્લભભાઈએ માંડવી નજીકના ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આપઘાત કરી લીધો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પાટીદાર અગ્રણી તેમજ કરોડપતિ ક્વોરી માલિકના આપઘાત કેસમાં સુરતના રાંદેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત જિલ્લાના ઓલપાડની અલગ અલગ સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર આગેવાન તેમજ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા દુર્લભભાઈએ માંડવી નજીકના ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આપઘાત કરી લીધો હતો. તેમની સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો. દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ સુરતના રાંદેર ખાતે આવેલી સુર્યપૂર સોસાયટીમાં રહેતા હતા. તેઓએ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન તારીખ 17-03-14ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીન બાબતે જમીન લેનાર વ્યક્તિને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી. આ તમામ કેસ ઉકેલાયા બાદ જાન્યુઆરી, 2020માં રાંદેર પોલીસ સ્ટેશનના PIએ દુર્લભભાઈ તેમજ તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ કરી જમીન બાબતે નોકરી કરી આપવાનું કહ્યું હતું. આ બાબતે રાતોરાત લખાણ કરાવી લીધું હતું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકના દીકરાએ આપેલી ફરિયાદ પ્રમાણે આ મામલે તેઓ તેમના પિતા સાથે પોલીસ કમિશનરને અરજી આપવા જવાના હતા. જોકે, પિતાએ એ પહેલા જ આપઘાત કરી લીધો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે રાંદેરના પીઆઈએ તેમના પિતાને અનેક વખત ધાક-ધમકી આપી હતી.

આ લોકો સામે ગુનો નોંધાયો

  • લક્ષ્મણસિંહ બોડાણા (PI),
  • રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),
  • હેતલ નટવર દેસાઈ (વેસુ),
  • ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
  • કનૈયાલાલ નરોલા (કતારગામ),
  • કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
  • વિજય શિંદે, મુકેશ કુલકર્ણી,
  • અજય બોપાલા, કિરણસિંહ (રાઈટર),
  • રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ