કાર્યવાહી@સુરત: નકલી કપડા ઉપર મોટી કંપનીના લોગો ચોંટાડી માલ વેચતા ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતના એક વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી માલ વેચવાનુ કૌભાંડ ઝડપાયુ છે. જેમાં ગાંધીનગરની ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ ટીમે શહેરના રાંદેર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાથીં લાખો રૂપીયાનો મુદ્દામાલ ઝડપાયો છે. દુકાનદાર બ્રાન્ડેડ કંપનીના લોગો, શુઝ અને પેન્ટ ઉપર લગાવી વેચાણ કરતા હોવાનુ સામે આવ્યુ છે. ગાંધીનગરની ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન(સીઆઈડી) ટીમે બાતમી
 
કાર્યવાહી@સુરત: નકલી કપડા ઉપર મોટી કંપનીના લોગો ચોંટાડી માલ વેચતા ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના એક વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી માલ વેચવાનુ કૌભાંડ ઝડપાયુ છે. જેમાં ગાંધીનગરની ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ ટીમે શહેરના રાંદેર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાથીં લાખો રૂપીયાનો મુદ્દામાલ ઝડપાયો છે. દુકાનદાર બ્રાન્ડેડ કંપનીના લોગો, શુઝ અને પેન્ટ ઉપર લગાવી વેચાણ કરતા હોવાનુ સામે આવ્યુ છે. ગાંધીનગરની ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન(સીઆઈડી) ટીમે બાતમી આધારે રેડઈ કરી હતી. આ રેઈડ ત્રણ જેટલી દુકાનોમાં કરવામાં આવી હતી. જેમાં લાખો રૂપીયાનો મુદ્દામાલ ઝપ્ત કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોટી મલ્ટીનેશલ કંપનીઓ જેવી કે, એડીડાસ, નાઈકી સહીતા લોગો લગાવી નકલી માલ વેચતી સુરતની ત્રણ જેટલી દુકાનોમાં રેઈડ કરવામાં આવી હતી. જ્યાં ગાંધીનગર સીઆઈડીને બાતમી મળી હતી કે, 4 થી 5 હજારમાં વેચાતી વસ્તુઓને દુકાનદાર લોગો ચોંટડી નકલીને અસલી તરીકે વેચતા હતા. જેમાં શૂઝ, પેન્ટ, ટ્રેક જેવા માલનો સમાવેશ થાય છે. સીઆઈડી ટીમે આ રેઈડ રાંદેર વિસ્તારની કેટલીક દુકાનોમાં કરી હતી. સાંઈ શૂઝ, દિવ્યા શૂઝ સહિત ત્રણ દુકાનોમાં રેઈડ કરાઈ હતી. જ્યાંથી લાખોનો મુદ્દામાલ ઝડપાયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુરત શહેરમાં અગાઉ પણ આવી દુકાનો પણ દરોડા પાડ્યા હતા. ઓનલાઈન માર્કેટ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. એવામાં આવા વેપારીઓ ગેરકાયદેસર રીતે નકલી માલને અસલી તરીકે વેચી રહ્યા છે. નકલી માલ ઉપર મલ્ટીનેશનલ કંપનીના લોગોનુ બ્રાન્ડીગ ભારતમાં થતુ હોવાનુ જણાઈ રહ્યુ છે. જો આ મામલે ઉંડી તપાસ કરવામાં આવે તો રાષ્ટ્રવ્યાપી કૌભાંડ પણ બહાર આવી શકે એમ છે.