કાર્યવાહી@સુરત: પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ વિપુલ ગાજીપુરા ગેંગ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં નવો પસાર કરેલ કાયદો ગુજસીટોક એક્ટ મુજબ સુરતમાં ત્રીજી વાર કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં ડરાવી ધમકાવી પૈસા પડાવનાર ગેંગ વિરૂધ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે એક ગેંગના 2 સાગરીતોને દબોચી લેવાયા હતા. અગાઉ આસિફ ટામેટા ગેંગ,લાલા ઉર્ફે જાલિમ ગેંગ, અશરફ નાગોરી ગેંગ ત્યાર બાદ
 
કાર્યવાહી@સુરત: પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ વિપુલ ગાજીપુરા ગેંગ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં નવો પસાર કરેલ કાયદો ગુજસીટોક એક્ટ મુજબ સુરતમાં ત્રીજી વાર કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં ડરાવી ધમકાવી પૈસા પડાવનાર ગેંગ વિરૂધ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે એક ગેંગના 2 સાગરીતોને દબોચી લેવાયા હતા. અગાઉ આસિફ ટામેટા ગેંગ,લાલા ઉર્ફે જાલિમ ગેંગ, અશરફ નાગોરી ગેંગ ત્યાર બાદ આજે વિપુલ ગાજીપુરા ગેંગ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખંડણી, ખૂનની કોશિશ, શરીર સંબંધી ગુના, લૂંટ જેવા બનાવો સામે આવતા હતા. જેને લઈ સુરત પોલીસે ગુનેગારો વિરૂધ્ધ કડક પગલા હાથ ધર્યા હતા. જેમાં આજે માથાભારે વિપુલ ગાજીપરા ગેંગ પર ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વિપુલ ગાજીપરા ગેંગ પર સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 30 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં હત્યાની કોશિશ, અપહરણ, ખંડણી, મારા-મારીના ગુનાઓ સામેલ છે. વિપુલ ગાજીપરા ગેંગના સાગરીતોને પકડવા કવાયત હાથ ધરાઈ છે. જેમાં બે આરોપીઓને ઝડપી પાડી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિપુલ ગાજીપરા ગેંગના સાગરીતોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગુનો આચરેલ છે. જેમાં ખૂનની કોશિશ, શરીર સંબંધી ગુના, લૂંટ, ખંડણી જેવા ગંભીર ગુના સામેલ છે. સુરત પોલીસ કમિશ્નર દ્વારા આ ગેગના 10 લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આ ગેંગનો મુખ્ય સુત્રધાર વિપુલ ડાહ્યાભાઈ ગાજીપરા છે.

આ રહ્યા આરોપીઓના નામ

  1. વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા
  2. ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર બિલાડાવાળા
  3. અલ્તાફ ગફુરભાઇ પટેલ
  4. અંકિતકુમાર ઉર્ફે ડોકટર કરમવીરસીંગ
  5. શશાંકસિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંહ સિંહ
  6. ઉજ્વલદીપ ઉર્ફે યુડી બ્રિજમોહનસીંગ
  7. અર્જુનકુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે
  8. કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ
  9. આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ
  10. મોહંમદ ઇલીયાસ મોહંમદ બીલાલ કાપડીયા