પુલવામા આતંકી હુમલો: શહીદોના સન્માનમાં ક્રિકેટરો આગળ આવ્યા

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના 40 જવાન શહીદ થયા તેનાથી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ દુઃખમાં છે. આખો દેશ આ ઘટનાના કારણે શોકમાં ડૂબ્યો છે, એવામાં વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લેતા તેના ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર ઇવેન્ટને રદ કરી દીધી છે. હવે
 
પુલવામા આતંકી હુમલો: શહીદોના સન્માનમાં ક્રિકેટરો આગળ આવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના 40 જવાન શહીદ થયા તેનાથી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ દુઃખમાં છે. આખો દેશ આ ઘટનાના કારણે શોકમાં ડૂબ્યો છે, એવામાં વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે.

વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લેતા તેના ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર ઇવેન્ટને રદ કરી દીધી છે. હવે આ ઇવેન્ટ પાછળથી કરવામાં આવશે. જણાવી દઈએ કે આ ઇવેન્ટ શનિવારે 16 ફેબ્રુઆરીએ થવાની હતી.

વિરાટ કોહલીએ આ નિર્ણય CRPFના જવાનોની શહીદીનું સન્માન કરતા લીધો છે. તેણે ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે. તેણે RP-SG સ્પોર્ટ્સ ઓનર ઇવેન્ટને રદ કરવાની જાહેરાત કરી છે. તેણે ટ્વીટર પર લખ્યું છે, ‘દુઃખની આ પળોમાં અમે આ ઇવેન્ટને રદ કરી દીધી છે. આ ઇવેન્ટ આજે થવાની હતી.’

આ અગાઉ વિરાટે આ હુમલાની નિંદા કરતા લખ્યું હતું કે, સુરક્ષાકર્મીઓ પર થયેલા આ ધૃણાસ્પદ હુમલાથી તે શોકમાં છે. આ હુમલાની ખબર સાંભળતા મને ખૂબ દુઃખ થયું છે. હું ઈજાગ્રસ્ત સૈનિકોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

વિરાટ કોહલી ઉપરાંત વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, વીવીએસ લક્ષ્મણ, શિખર ધવન, સુરેશ રૈના, મોહમ્મદ કૈફ અને અન્ય રમત જગતની હસતીઓએ ટ્વીટર પર આ હુમલાની નિંદા કરી છે અને શહીદોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના પ્રકટ કરી છે.