વરસાદઃ વડોદરામાં ભારે વરસાદ 6 કલાકમાં 10 ઇંચ, 6 લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યના ઘણા શહેરોમાં આજે ભારે વરસાદ થયો છે જેના કારણે સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, વલસાડ, નવસારી, રાજકોટ, સુરત સહિત ઘણા શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વડોદરામાં માત્ર છ કલાકમાં 10 ઈંચ વરસાદ થવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. માહિતી અનુસાર વડોદરામાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 6 લોકો
 
વરસાદઃ વડોદરામાં ભારે વરસાદ 6 કલાકમાં 10 ઇંચ, 6 લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યના ઘણા શહેરોમાં આજે ભારે વરસાદ થયો છે જેના કારણે સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, વલસાડ, નવસારી, રાજકોટ, સુરત સહિત ઘણા શહેરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

વડોદરામાં માત્ર છ કલાકમાં 10 ઈંચ વરસાદ થવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. માહિતી અનુસાર વડોદરામાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 6 લોકો મોતના શિકાર થઈ ગયા છે.

વરસાદના કારણે આજે અહીં શાળા કોલેજો અને કોર્ટ બધુ બંધ છે અને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સીએમ વિજય રૂપાણીએ ભારે વરસારના પગલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે.

ચોમાસાનુ લો પ્રશર ગુજરાતમાં સારો વરસાદ કરાવી શકે છે. હવામાન વિભાગે અહીં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. વળી, સરકારી આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી 58 લાખ હેક્ટરમાં પાક વાવણી થઈ ચૂકી છે.

વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતો માટે લાભકારક રહેશે. જો કે ક્યાંક મૂસળધાર વરસાદથી સંકટ પણ ઉભુ થઈ શકે છે. જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ત્યાં એનડીઆરએફની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ચોમાસાની સમીક્ષા માટે વેધર વૉચની મીટિંગમાં અમુક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.