રીપોર્ટ@લીંબડી: પેટાચૂંટણીને લઇ પાટીલની બેઠક, કાર્યકરોને જવાબદારીઓ સોંપાશે

અટલ સમાચાર,લીંબડી કોરોના મહામારી વચ્ચે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે છે. આ દરમ્યાન તેઓ જિલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ત્યારબાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક કરશે. આ ઉપરાંત લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને
 
રીપોર્ટ@લીંબડી: પેટાચૂંટણીને લઇ પાટીલની બેઠક, કાર્યકરોને જવાબદારીઓ સોંપાશે

અટલ સમાચાર,લીંબડી

કોરોના મહામારી વચ્ચે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે છે. આ દરમ્યાન તેઓ જિલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ત્યારબાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક કરશે. આ ઉપરાંત લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા આહવાન કરશે. ત્યારે સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ આજે મોરબી અને લીંબડીમાં પક્ષના કાર્યકરોના સંમેલનને સંબોધશે. સવારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર તો બપોરે મોરબી અને માળિયા-મિયાણાના ભાજપ કાર્યકર્તા સંમેલનને સંબોધશે. ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે પણ સીઆર પાટીલ બેઠક કરશે. ગુજરાત વિધાનભાની ખાલી પડેલી 8 બેઠકો જીતવા સીઆર પાટીલે પોતાની તમામ તાકાત કામે લગાવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આગામી 3 તારીખે 8 બેઠકોનું મતદાન થશે અને 10 તારીખે પરિણામ જાહેર થશે. મતદાન પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને આઠ બેઠકોના ભાજપના ઉમેદવારો સહિત સમગ્ર ભાજપનું સંગઠન ચૂંટણી પ્રચારમાં ઉતર્યું છે અને કોંગ્રેસને પછડાટ આપવાના સંકલ્પ સાથે સીઆર પાટીલ બુથ લેવલ સુધીની જવાબદારી કાર્યકરોને સોંપી રહ્યા છે.