રીપોર્ટ@સુરત: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો, માનવ મહેરામણ ઉમટ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતમાં આજે આપના સંયોજક અને દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા મળતાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખુશ થઈ ગયા હતા. પોતાની પાર્ટીને સુરત મનપાની ચૂંટણીમાં 27 સીટો મળતાં લોકોનો આભાર વ્યક્ત કરવા માટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત
 
રીપોર્ટ@સુરત: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો, માનવ મહેરામણ ઉમટ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં આજે આપના સંયોજક અને દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા મળતાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખુશ થઈ ગયા હતા. પોતાની પાર્ટીને સુરત મનપાની ચૂંટણીમાં 27 સીટો મળતાં લોકોનો આભાર વ્યક્ત કરવા માટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં સુરતના વરાછામાં કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. જેમાં રોડ પર ભારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. રોડ શો બાદ સરથાણા જકાતનાકા પાસે અરવિંદ કેજરીવાલે જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ સભામાં કેજરીવાલે આમ આદમી પાર્ટીના સુરત મનપાની ચૂંટણીમાં 27 સીટો પર જીત મેળવનારા તમામ કોર્પોરેટરોને પ્રજા માટે કામ કરવાની સલાહ આપી હતી.

અરવિંદ કેજરીવાલે સભામાં તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં ઓફિસ ખોલી લોકોના પ્રશ્નોને વાચા આપવા કહ્યું હતું અને કોઇપણ વ્યક્તિ સાથે અભદ્ર વર્તન ન કરવા સાથે જ લોકો માટે કામ કરવા કહ્યું હતું. ત્યાં જ કેજરીવાલે પોતાની પાર્ટીના એક કોર્પોરેટરને ભાજપના 10 કોર્પોરેટર પર ભારે પડવાનું નિવેદન પણ આપ્યું હતું. સભામાં સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે જીતેલા ઉમેદવારોને એવો પણ સવાલ કર્યો હતો કે, શું કોઇને ફોન આવ્યો છે…? નથી આવ્યો…? આવશે? કેજરીવાલના આ સવાલ સ્પષ્ટ થાય છે કે તેમણે ભાજપ પર પ્રહાર કર્યો છે.