આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (કિશોર ગુપ્તા)

મહેસાણા તાલુકાના ગામનો એકનો એક યુવાન ગુમ થયાના કલાકોમાં નવો ઘટસ્ફોટ થયો છે. અગાઉ પરિવારે અપહરણની રજૂઆત પોલીસને કર્યા બાદ વેપારી યુવાનની શોધખોળમાં વળાંક આવ્યો છે. પોલીસને મળી આવેલી ચિઠ્ઠીમાં યુવકે પંચાયત તલાટી અને મળતિયાના ત્રાસ હોવાનો ઉલ્લેખ કરતા હડકંપ મચી ગયો છે. યુવકે માનસિક શાંતિ માટે ક્યાંક ચાલ્યો ગયો હોવાનું ચિઠ્ઠી દ્વારા જણાવતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામનો વેપારી યુવાન ઘરે નહિ આવતાં પરિવાર હેબતાઇ ગયો છે. શરૂઆતમાં યુવકનું અપહરણ થયુ હોવાની રજૂઆત બાદ પોલીસે યુધ્ધના ધોરણે શોધખોળ આદરી છે. જોકે ગણતરીના કલાકોમાં અપહરણને બદલે યુવક ખુદ માનસિક શાંતિ માટે ઘરે જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગયો હોવાની ચિઠ્ઠી મળી છે. પંકજ ડાહ્યાભાઈ પટેલ નામના યુવકને સો-મીલ અને ફેક્ટરી હોઇ પંચાયત દ્વારા નિયમો બતાવી હેરાન થતો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

ભારે દોડધામ દરમ્યાન પોલીસ અને પરિવાર સમક્ષ ચિઠ્ઠી દ્વારા સનસનીખેજ બાબત સામે આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી જોરણંગ નજીક પ્લાયવુડની ફેક્ટરી હોઇ આંબલિયાસણ ગ્રામ પંચાયતના તલાટી અને રાજુ પરમાર કાયદો બતાવી યુવકને માનસિક ત્રાસ આપતા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. આથી યુવકે પંચાયતના માનસિક ત્રાસથી કંટાળી શાંતિ માટે ક્યાંક ચાલ્યો ગયો હોવાનું જણાવ્યુ છે. આથી પોલીસે ચિઠ્ઠીને આધારે યુવકની શોધખોળ કરવાની દિશા બદલી છે.

આ પણ વાંચો: તપાસ@મહેસાણાઃ આંબલિયાસણ રહેતા ઉદ્યોગપતિના એકના એક પુત્રનું અપહરણ

આ તરફ યુવકની ચિઠ્ઠીમાં સત્તાધિશો સામે થયેલા આક્ષેપને પગલે તાલુકાથી જીલ્લા પંચાયત તલાટી આલમમાં ચકચાર મચી ગઇ છે. વેપારી યુવકે પંચાયત તલાટી અને સભ્ય ચોક્કસ આશયથી પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યાની ચિઠ્ઠી સામે આવતા વહીવટી અને સામાજીક ગરમાવો વધી ગયો છે. ઉલ્લેખનિય છે કે, પોલીસ માટે યુવકની શોધખોળ અને માનસિક ત્રાસની સત્યતા ચકાસવી જરૂરી બની છે.

કાયદેસરની કાર્યવાહી સામે આક્ષેપો ખોટાં: તલાટી

ગુમ યુવકની ચિઠ્ઠીમાં જેની સામે આક્ષેપ છે તેવા તલાટી કમલેશ પટેલે તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યુ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ફેક્ટરીનો વ્યવસાય વેરો બાકી હોવાથી નોટીસ આપેલી છે. આ સાથે ફેક્ટરી નજીકના રહીશોએ ગંદકી અને પ્રદુષણની રજૂઆત કરતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેથી યુવકે લગાવેલા આક્ષેપો અર્થહિન બને તેમજ સાચી હકીકત આગામી દિવસોએ સામે આવશે.

29 Sep 2020, 5:15 AM (GMT)

COVID-19 Global Stats

33,552,166 Total Cases
1,006,379 Death Cases
24,880,949 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code