રિષભ પંત બન્યો ICC ઇમર્જિંગ પ્લેયર, વિરાટ કોહલીને મળ્યું આ મોટું સન્માન

અટલ સમાચાર, ડેસ્ક ક્રિકેટને ધ્યાનમાં રાખી આજે સૌથી મોટો દિવસ છે કારણ કે આઈસીસીએ પોતાના વાર્ષિક એવોર્ડ્સની જાહેરાત કરી રહી છે. ક્રિકેટની સર્વોચ્ચા સંસ્થા આઈસીસીએ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતની ઇમજિંગ પ્લેયર ઓફ ધ યર 2018 તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીએ વર્ષ 2018ની વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન
 
રિષભ પંત બન્યો ICC ઇમર્જિંગ પ્લેયર, વિરાટ કોહલીને મળ્યું આ મોટું સન્માન

અટલ સમાચાર, ડેસ્ક

ક્રિકેટને ધ્યાનમાં રાખી આજે સૌથી મોટો દિવસ છે કારણ કે આઈસીસીએ પોતાના વાર્ષિક એવોર્ડ્સની જાહેરાત કરી રહી છે. ક્રિકેટની સર્વોચ્ચા સંસ્થા આઈસીસીએ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતની ઇમજિંગ પ્લેયર ઓફ ધ યર 2018 તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીએ વર્ષ 2018ની વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

પંતે અત્યાર સુધી 9 ટેસ્ટમાં 49.71ની સરેરાશથી 696 રન કર્યા છે, જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ છે. આ ઉપરાંત ત્રણ વનડે અને દસ ટી-20 પણ ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે.

જો ટેસ્ટ ક્રિકેટમાં પંતના દબદબાની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ચાર 90 પ્લસનો સ્કોર કર્યો છે જે રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી પોતાની બંને ટેસ્ટ સદી વિદેશમાં ફટકારી છે અને તે આવું કરનારો એકમાત્ર ભારતીય વિકેટકિપર છે. તેણે આવું ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કર્યું છે. આ ઉપરાંત પંતે એક મેચમાર 11 કેચ પકડવાનો ભારતીય રેકોર્ડ પણ કાયમ કર્યો છે.