ખળભળાટઃ આ જીલ્લામાં હત્યાના આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડાદોડી

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાનો ચેપ ક્યારેક અને કઈ રીતે લાગી જાય છે તેના વિશે કંઈ કહી શકાતું નથી. ખાસ કરીને કોરોના વૉરિયર્સ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યા છે. સુરતમાં અઠવાડિયા પહેલા થયેલી હત્યા ના ગુનામાં ઝડપાયેલા એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જે બાદમાં પીઆઈ સહિતના પોલીસ સ્ટાફને
 
ખળભળાટઃ આ જીલ્લામાં હત્યાના આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડાદોડી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાનો ચેપ ક્યારેક અને કઈ રીતે લાગી જાય છે તેના વિશે કંઈ કહી શકાતું નથી. ખાસ કરીને કોરોના વૉરિયર્સ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યા છે. સુરતમાં અઠવાડિયા પહેલા થયેલી હત્યા ના ગુનામાં ઝડપાયેલા એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જે બાદમાં પીઆઈ સહિતના પોલીસ સ્ટાફને રવિવારે રાત્રે તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અહીં તેમના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જેલમાં પણ આરોપીના સંપર્કમાં આવેલા લોકોનો રિપોર્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ એ જ પોલીસ સ્ટેશન છે જેના સ્ટાફે થોડા દિવસ પહેલા કોરોના અંગે જાગૃતિ માટે એક ગીત બનાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે તા. 16ના રોજ ભાઠેના પંચશીલનગર ખાતે એક અદાવતમાં અલ્તાફ ઉર્ફે પમ્પની હત્યા થઈ હતી. હત્યા બદલ સલાબતપુરા પોલીસે ચાંદખાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને 22મી તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે આરોપીનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હોવાથી આરોપીનો સિવિલ ખાતે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવારે બપોરના સમયે આરોપીની રિપોર્ટ નેગિટિવ આવ્યો હોવાની માહિતી આપતા આરોપીને લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

આરોપીને જેલમાં મોકલી દેવાયા બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાંજે પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ચાંદખાન પઠાણનું નામ હોવાથી પોલીસ ખાતામાં દોડાદોડી થઈ ગઈ હતી. જે બાદમાં પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.વી.કીકાણી, એક પી.એસ.આઈ પનારા સહિત છ લોકોને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ ખસેડાયા હતા અને તેનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પીઆઈ તરફથી જેલ તંત્રને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં આરોપીને 108ની મદદથી તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેલમાં પણ આરોપીના સંપર્કમાં આવેલા તમામ લોકોનો રિપોર્ટ કરવામાં આવશે.