આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
મરાઠીના આદ્ય કવયિત્રી સાવિત્રીબાઇ ફૂલેનો આજે જન્મદિવસ છે. મહારાષ્ટ્રના નયગાવમાં જન્મેલાં સાવિત્રીબાઇના લગ્ન 9 વર્ષની વયે ભાવિ સુધારક જોતિબા ફૂલે સાથે થયાં હતાં. લગ્ન પછી જોતિબાએ તેમને ભણાવ્યાં એટલું જ નહિ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્ત કર્યાં. ઘરથી શાળાએ જતાં તેમના પર રૂઢિચુસ્તો છાણ-મળમૂત્ર વગેરે ફેંકતા ત્યારે તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય તો શાળાએ જઈ બીજી પહેરી શકાય. પતિના સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે સામાજિક દૂષણો વિરુદ્વ અવાજ બુલંદ કર્યો. વિધવાઓએ માથું મૂડાવવું જેવી કુરીતિઓ વિરુદ્વ તો તેઓએ આંદોલન કર્યું હતું. શિક્ષણ પ્રત્યે સાવિત્રીબાઈને વિશેષ લગાવ હતો. દેશનું પહેલું બાલિકા વિદ્યાલય શરૂ કરવા સાથે બાલિકાઓ માટે 18 જેટલા વિદ્યાલયો પણ ખોલ્યા હતા. કવયિત્રી સાવિત્રીબાઈએ કાવ્ય ફૂલે બાવનકશી સુબોધરત્નાકર જેવા કાવ્ય સંગ્રહો રચ્યા હતા. પુનાની યુનિ.ને સાવિત્રીબાઈ ફૂલે યુનિ. નામ અને ટપાલટિકિટ દ્વારા તેમનું સન્માન થયું છે. 1897ના વર્ષ એ જમાનામાં અસાધ્ય ગણાતા પ્લેગના રોગીઓની સેવા કરતા ચેપ લાગ્યો અને 10 માર્ચ 1897ના રોજ તેમનું અવસાન થયું.
27 Sep 2020, 6:18 AM (GMT)

COVID-19 Global Stats

33,212,069 Total Cases
1,000,588 Death Cases
24,533,081 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code