સ્પેશ્યલ@દિવસ આજે બુદ્ધ પૂર્ણિમા, જાણો કેટલીક રસપ્રદ તેમની વાતો

અટલ સમાચાર, ડેસ્ક આજે ભગવાન બુદ્ધની 2564મી જન્મ જયંતિ છે. ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. દર વર્ષે વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતી પર લુંબિનીના માયાદેવી મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના વાઇરસને લીધે આ વર્ષે અહિ તમામ ઉત્સવ કેન્સલ રાખ્યા છે. નેપાળ સરકારે અને લુંબિની ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે
 
સ્પેશ્યલ@દિવસ આજે બુદ્ધ પૂર્ણિમા, જાણો કેટલીક રસપ્રદ તેમની વાતો

અટલ સમાચાર, ડેસ્ક

આજે ભગવાન બુદ્ધની 2564મી જન્મ જયંતિ છે. ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. દર વર્ષે વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતી પર લુંબિનીના માયાદેવી મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના વાઇરસને લીધે આ વર્ષે અહિ તમામ ઉત્સવ કેન્સલ રાખ્યા છે. નેપાળ સરકારે અને લુંબિની ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ઘણી નાની રીતે બુદ્ધ જયંતી મનાવવામાં આવશે. ગુરુવારે 7 મેના રોજ વિશ્વશાંતિ માટે સવારે 7 વાગ્યાથી જાપ કરવામાં આવશે. સાંજે 7 વાગ્યે વધારેમાં વધારે 10 ભિક્ષુક અને નનની હાજરીમાં 2564 દીવડાં પ્રગટાવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લુંબિની ડેવલોપમેન્ટ ટ્રસ્ટના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જ્ઞાનિન રાયે જણાવ્યું કે, આ વર્ષે મહામારી કોવિડ-19ને કારણે બુદ્ધ જયંતીનું આયોજન અને 5 મેથી 7 મે સુધી થનારા ત્રીજા આંતરરાષ્ટ્રીય બુદ્ધ સંમેલન પણ કેન્સલ કરવામાં આવ્યો છે. બુદ્ધ જયંતી પર વર્ચ્યુઅલ ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન બુદ્ધ ભગવાન વિષ્ણુના 9મા અવતાર હતા. બૌદ્ધ ધર્મની માન્યતા છે કે ભગવાન બુદ્ધના એક મંત્રનો જાપ કરવાથી ઘણી શક્તિ મળે છે અને મુશ્કેલીઓ આપ મેળે ઓછી થવા લાગે છે. આવો જાણીએ બૌદ્ધ ધર્મના આ ચમત્કારી મંત્ર વિશે…’ॐ मणि पदमे हूम्‌’ બૌદ્ધ ધર્મના લોકો આ મંત્રને ઘણો પવિત્ર અને શક્તિશાળી માને છે. બૌદ્ધ ધર્મની મહાયાન શાખામાં આ મંત્ર વિશેષ રીતથી જાપ કરવામાં આવે છે.