સ્પેશ્યલ@દિવસઃ જલિયાવાલા હત્યાકાંડની આજે 101મી જયંતિ, જાણો ખાસ વાતો

અટલ સમાચાર, ડેસ્ક 13 એપ્રિલ, 1919 ના રોજ, બ્રિટીશ અધિકારી જનરલ ડાયરે અમૃતસરના જલિયાંવાલા બાગમાં હાજર નિશસ્ત્ર ટોળા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે બધા જ રોલેટ એક્ટ સામે, જલિયાંવાલા બાગમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ હત્યાકાંડમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે 1,500 થી વધુ ઘાયલ થયા હતા. ગોળીઓ ટાળવા
 
સ્પેશ્યલ@દિવસઃ જલિયાવાલા હત્યાકાંડની આજે 101મી જયંતિ, જાણો ખાસ વાતો

અટલ સમાચાર, ડેસ્ક

13 એપ્રિલ, 1919 ના રોજ, બ્રિટીશ અધિકારી જનરલ ડાયરે અમૃતસરના જલિયાંવાલા બાગમાં હાજર નિશસ્ત્ર ટોળા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે બધા જ રોલેટ એક્ટ સામે, જલિયાંવાલા બાગમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ હત્યાકાંડમાં 1000 થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે 1,500 થી વધુ ઘાયલ થયા હતા. ગોળીઓ ટાળવા સેંકડો મહિલાઓ અને બાળકો બગીચાની વચ્ચે કૂવામાં કૂદી ગયા હતા. ગયા વર્ષે નરસંહારનાં 100 વર્ષ પૂરા થવાનાં, વર્ષગાંઠની ઉજવણી આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. જેના કારણે ગાર્ડન પ્રવાસીઓ માટે, 15 ફેબ્રુઆરીથી બંધ કરાયુ હતુ. બગીચાને 13 એપ્રિલથી ફરીથી સામાન્ય લોકોમાં ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી અહીં શતાબ્દીની ઉજવણી ચાલી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના ચેપને કારણે, જલિયાંવાલા બાગમાં પ્રવાસીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ ખુલતા પહેલા, વધારવામાં આવ્યો છે. હવે જલિયાંવાલા બાગ 15 જૂને ખુલશે. જલિયાંવાલા બાગના સેક્રેટરી એસ.કે. મુખર્જીએ કહ્યુ કે, “રાષ્ટ્રીય મકાન બાંધકામ નિગમ હેરિટેજ સ્ટ્રક્ચર, લેન્ડ સ્ક્રીપીંગ, સિંચાઈ પદ્ધતિ, મ્યુઝિયમનું નવીનીકરણ, ઐતિહાસિક સ્થળનો લાઇટ અને સાઉન્ડ શો સહિત અનેક કામો ચાલી રહ્યા છે.” કોરોના ચેપને કારણે જાળવણી અને સમારકામના કામને અસર થઈ છે. કામ અધવચ્ચે બંધ કરવુ પડ્યુ છે. તેથી જલિયાંવાલા બાગ 15 જૂન, 2020 ના રોજ ખોલવામાં આવશે. જલિયાંવાલા બાગ ખાતે શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહ અંગે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. માનવામાં આવે છે કે, હવે જૂન મહિનામાં જ સમાપન સમારોહ અને બગીચાના નવા ભાગનુ ઉદ્ઘાટન કરવામાં આવશે.