file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3જી જાન્યુઆરી 1831માં થયો હતો. તેમણે પુણેના ભીડેવાડામાં પહેલી કન્યાશાળા શરૂ કરી હતી, જેમાં અલગ-અલગ જ્ઞાતિની દિકરીઓને એક સાથે શિક્ષણ આપવામાં આવતું હતુ એટલું જ નહીં પરંતુ વિધવાઓ કે જેમનું અન્ય પુરૂષોએ શારિરીક ઉત્પીડન કર્યુ હોય અને તે બાદ પરિવારોએ તરછોડી દીધી હોય તેવી મહિલાઓ માટે સાવિત્રીબાઈએ પતિ જ્યોતિરાઓ સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણ અને સમાજ સુધારા માટે ઘણું કામ કર્યુ છે.

સાવિત્રીબાઈ ફૂલે નામ તો ક્યાંક સાભળેલું જણાય છે નહીં? હા આ એ જમનાના સુધારક મહિલા છે જ્યારે ગાંધીજી જન્મ્યા પણ નહોતા. જ્યોતિરાઓ ફૂલે યાદ હશે એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ વખતે કન્યા કેળવણી અને શિક્ષણ માટે સંઘર્ષ કરીને શાળા શરૂ કરી હતી. સમાજના માન અપમાનને ગળી જઈને દલિત સમાજની દીકરીઓને શિક્ષાનો ભેખ આપવાનું નક્કી કરનાર મહિલા સાવિત્રીબાઈ ફૂલેની આજે જન્મ જયંતી છે. સાવિત્રીબાઈ પોતે તે સમયે અશિક્ષિત હતા પણ પતિ જ્યોતિરાઓની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ શિક્ષણ મેળવ્યું. શિક્ષિત સાવિત્રીબાઈ એ ૧લી મે ઈ.સ ૧૮૪૭માં અછૂત કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી. ભારતમાં કોઈ પણ બાળાઓ માટેની પહેલી જ શાળા હતી.

સમાજને હાલ પણ સ્ત્રીનું સધ્ધર હોવું પચતું નથી તો એ જમાનામાં એક સ્ત્રી દલિત કન્યાઓને કેળવણી કે શિક્ષણ આપે તે તો કેમનું ગમે સાવિત્રીબાઈનો વિરોધ એ સમાજનું જાણે એક માત્ર કામ બની ગયું. સાવિત્રીબાઈ ઘરેથી નીકળે એટલે અપશબ્દોની વણઝાર, વળી એમના ઉપર શાહી, કાદવ કંઈ કેટલું ફેંકવામાં આવતું પણ સાવિત્રી બાઈ પોતાના સમાજસેવાની ટેકને સહેજ અમથી પણ આંચ ન આવવા દીધી. ઉલટુ બમણાં જોશથી લોકો માટે કામ કરવાનું શરૂ કરી દીધું.

સાવિત્રીબાઇના આ કાર્યોની સુવાસ બ્રિટિશ શાસકો સુધી પહોંચી. ઈ.સ.1854માં તે સમયના જ્યુડીશીયલ કમિશ્નર વોર્ડનસાહેબે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું. પોતાના ભાષણમાં ફૂલે દંપતીની ખુલીને પ્રશંસા કરી. એક તરફ ભારતનો સમાજ તેમના વિરુદ્ધ ઝેર ઓકતો હતો, તો બીજી તરફ બ્રિટિશ સમાજ એમનું બહુમાન કરતો હતો. બ્રિટીશ શાસનની લાખ વાતે ટીકા કરી શકાય, પણ અહી આ વાત પર તો બ્રિટિશશાસકોને વખાણવા પડે કેમ કે, એમણે જ શિક્ષણનાં દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતાં. આપણા ધર્મનાં રખેવાળો જ્યારે ધર્મના નામે પોતાનું રજવાડું ચલાવતા હતાં ત્યારે આ બ્રિટિશ શાસકો એ ધર્મનાં અન્યાય સામે પડેલા જાંબાઝ સુધારકોનું બહુમાન કરતા હતાં, જેથી આવા ઉમદા કામ માટે બધાને પ્રોત્સાહન મળે.

file photo

સાવિત્રીબાઈ એ પછી મજુરો-ખેડૂતો માટે રાત્રિશાળાઓ ખોલી, પ્રૌઢશિક્ષણનાં વર્ગો ચલાવ્યા. શિક્ષણનાં આ ભગીરથ કાર્યની સાથે સાથે તેમણે ઘર કરી ગયેલા સામાજિક રીતરીવાજો પર પ્રહારો કરવાના ચાલુ જ રાખ્યા. 1868માં તેમની અછૂતોને પોતાના કુવા પરથી પાણી પીવાની છૂટ આપી. વિધવાઓ પુનઃલગ્ન કરે એ સુધારાની ખુલ્લેઆમ હિમાયત કરી. તેમને સમાજમાં જાતીય શોષણનો ભોગ બનનાર સ્ત્રીઓ નિર્ભયપણે બાળકને જન્મ આપી શકે, બાળક સારી રીતે ઉછરી શકે તે માટે ‘બાળહત્યા પ્રતિબંધક ગૃહ’ ની સ્થાપના કરી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સ્ત્રી સમાનતાનાં આગ્રહી સાવિત્રીબાઈએ સ્ત્રીઓ પોતાના હકો માટે જાગૃત થાય અને સ્વમાનભેર જીવતા શીખે તે માટે ‘મહિલા સેવા સદન’ નામની સંસ્થા પણ સ્થાપી હતી. તેઓ એક કવિયત્રી પણ હતાં. 1873માં ફૂલે દંપતીએ એક વિધવા કાશીબાઈનાં દીકરા યશવંતને દત્તક લીધો. 1896-97માં પ્લેગ ફાટી નીકળ્યો. રાત કે દિવસ જોયા વિના ફૂલે દંપતી આ પ્લેગ અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયું. આ સારવાર દરમિયાન જ એક પ્લેગ અસરગ્રસ્ત બાળકની સેવા કરતા સાવીત્રીબાઈને પ્લેગના વિષાણુઓનો ચેપ લાગ્યો. અને સેવા કરતાં કરતાં જ સાવિત્રીબાઈએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ. 10 માર્ચ 1897ના રોજ અવસાન પામ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code