Special day: આજે હિન્દી દિવસ, જાણો ઇતિહાસ અને કેટલીક રસપ્રદ બાબતો

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર ભારતમાં 1953થી 14 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. તાજેતરના આંકડા અનુસાર ભારતમાં 43.63 ટકા લોકો હિન્દી ભાષા બોલે છે, જ્યારે 2001માં આ આંકડો 41.3 ટકા
 
Special day: આજે હિન્દી દિવસ, જાણો ઇતિહાસ અને કેટલીક રસપ્રદ બાબતો

અટલ સમાચાર, ડેસ્ક 

સમગ્ર ભારતમાં 1953થી 14 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળ ભાષા છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. તાજેતરના આંકડા અનુસાર ભારતમાં 43.63 ટકા લોકો હિન્દી ભાષા બોલે છે, જ્યારે 2001માં આ આંકડો 41.3 ટકા હતો. એ સમયે હિન્દી બોલનારા લોકોની સંખ્યા 42 કરોડ હતી.

 

Special day: આજે હિન્દી દિવસ, જાણો ઇતિહાસ અને કેટલીક રસપ્રદ બાબતો
file photo

હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ મનાવાય છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હિન્દી ભાષા બોલનારા લોકો વસે છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. દુનિયાની ભાષાઓનો ઈતિહાસ રાખતી સંસ્થા એથ્નોલોગ અનુસાર હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. 14 સપ્ટેમ્બર, 1949ના રોજ સંવિધાન સભાએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે, ભારતની ‘રાષ્ટ્રભાષા’ હિન્દી રહેશે.

હિન્દી દિવસનો ઈતિહાસ

ભારતમાં દુનિયામાં સૌથી વધુ ભાષાઓ બોલવામાં આવે છે. ભારતના દરેક રાજ્યની પોતાની જુદી સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક ઓળખ છે. તેમ છતાં હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. આ કારણે જ મહાત્મા ગાંધીએ હિન્દીને જનમાનસની ભાષા કહી હતી. તેમણે 1918માં આયોજિત હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે જણાવ્યું હતું.

Special day: આજે હિન્દી દિવસ, જાણો ઇતિહાસ અને કેટલીક રસપ્રદ બાબતો
advertise

ભારતના બંધારણના ભાગ-17ના અધ્યાયની કલમ 343માં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે કંઈક આ રીતે લખાયું છે, ‘સંઘ કી રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે. સંઘના રાજકીય આયોજનો માટે ઉપયોગમાં લેવાતા આંકડાનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય રહેશે.’ જોકે, હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે ઘણા લોકો ખુશ ન હતા અને તેમણે તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધના કારણે પાછળથી અંગ્રેજીને પણ રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

કેવી રીતે મનાવાય છે હિન્દી દિવસ?

હિન્દી દિવસ પ્રસંગે દેશભરમાં અનેક સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ સ્પર્ધા, ચર્ચા, કવિતા પાઠ, નાટક અને પ્રદર્શનોનું આયોજન કરાય છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં ‘હિન્દી પખવાડા’નું આયોજન કરાય છે. એટલે કે 14 સપ્ટેમ્બરથી આગામી 15 દિવસ સુધી સરકારી કચેરીઓમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ છે. આ સાથે જ હિન્દીના વિકાસમાં આખું વર્ષ સારું કામ કરનારી સરકારી કચેરીઓને પુરસ્કારથી સન્માનિત પણ કરાય છે.

હિન્દી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો

આજે તમામ વિદેશી કંપનીઓ પણ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપી રહી છે. દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન અંગ્રેજી ઉપરાંત હવે ભારતની હિન્દી ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાને મહત્વ આપી રહ્યું છે. તાજેતરમાં જ ઈ-કોમર્સ સાઈટ અમેઝન ઈન્ડિયાએ પોતાની હિન્દી એપ લોન્ચ કરી ઈન્ટરનેટના પ્રસારથી જો કોઈ ભાષાને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે હિન્દી ભાષા છે. 2016માં ડિજિટલ માધ્યમમાં હિન્દી સમાચાર વાંચનારા લોકોની સંખ્યા 5.5 કરોડ હતી, જે 2021માં 14.4 કરોડ થવાનું અનુમાન છે.