બર્થડે@બેચરાજી: સમાજસેવી કિરીટ પટેલનો જન્મ દિવસ, મહામારી વચ્ચે ઉજવણી ટાળી

અટલ સમાચાર,મહેસાણા બેચરાજી તાલુકાના નાનકડા ગામમાં જન્મેલા કિરીટભાઇ પટેલની આજે એક સફળ બિઝનેસમેન તરીકેની છબી ઉભરી આવી છે. બાળપણમાં અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરી આજે તેઓ લેન્ડડેવલપર્સ, જમીન લે-વેચ, કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સારૂ એવું નામ ધરાવે છે. જોકે કોરોના વાયરસ ની મહામારી વચ્ચે ઉજવણી ટાળવામાં આવી છે. તેમનો જન્મ બેચરાજી તાલુકાના દેવગઢ ગામમાં ૧-૪-૧૯૭૧ના રોજ
 
બર્થડે@બેચરાજી: સમાજસેવી કિરીટ પટેલનો જન્મ દિવસ, મહામારી વચ્ચે ઉજવણી ટાળી

અટલ સમાચાર,મહેસાણા 

બેચરાજી તાલુકાના નાનકડા ગામમાં જન્મેલા કિરીટભાઇ પટેલની આજે એક સફળ બિઝનેસમેન તરીકેની છબી ઉભરી આવી છે. બાળપણમાં અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરી આજે તેઓ લેન્ડડેવલપર્સ, જમીન લે-વેચ, કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સારૂ એવું નામ ધરાવે છે. જોકે કોરોના વાયરસ ની મહામારી વચ્ચે ઉજવણી ટાળવામાં આવી છે. તેમનો જન્મ બેચરાજી તાલુકાના દેવગઢ ગામમાં ૧-૪-૧૯૭૧ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ડાહ્યાભાઇ હરજીવનદાસ પટેલ(ખેતી) અને માતાનું નામ પટેલ ડાહીબેન ડાહ્યાભાઇ (ઘરકામ). કિરીટભાઇની પત્નિનું નામ હંસાબેન કીરીટભાઇ પટેલ (કોમર્સ-ગ્રેજ્યુએશન-પુર્વ સરપંચ -દેવગઢ) અને બે બાળકોમાં દેવ કિરીટભાઇ પટેલ (બી.ઇ.સીવીલ એન્જીનિયર) અને ઋષિ કિરીટભાઇ પટેલ (‌૧ર સાયન્સ) સુધી અભ્યાસ કરેલો છે.

બર્થડે@બેચરાજી: સમાજસેવી કિરીટ પટેલનો જન્મ દિવસ, મહામારી વચ્ચે ઉજવણી ટાળી

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના દેવગઢ ગામના કિરીટભાઇ પટેલનો આજે જન્મદિવસ છે. કિરીટભાઇ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. કરી રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનના ધંધામાં ઝંપલાવ્યુ હતુ. ભારે સંઘર્ષોને અંતે કિરીટભાઇ પટેલની આજે સફળ બિઝનેસમેનમાં ગણતરી થઇ રહી છે. દેવગઢ જેવા નાનકડા ગામમાથી એક ખેડૂતના પુત્ર તરીકે ગામમાં રહી પ્રાથમિક શિક્ષણ તેમજ હાઇસ્કુલ અને કોલેજ-હોસ્ટેલના સાદગીભર્યા જીવનથી શરૂઆત કરી હતી. આ સાથે શાળા-કોલેજમાં વિધાર્થીકાળમાં દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરતા હતા.

બર્થડે@બેચરાજી: સમાજસેવી કિરીટ પટેલનો જન્મ દિવસ, મહામારી વચ્ચે ઉજવણી ટાળી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કિરીટભાઇ પટેલ બેચરાજી તાલુકાના પછાત વર્ગના વિકાસ માટે વિધવા, ત્યક્તા તથા નિરાધાર અપંગોની કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત હોય છે. આ સાથે બેચરાજી તાલુકાના પ૪ ગામોમાં છેલ્લા ૧૦ વર્ષમાં ચુંવાળ ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંચાલક તરીકે અનેક સેવાઓ આપી રહ્ગા છે. જેમાં ૭૦૦ સખી મંડળ, ૬૪૦ જેટલા કૌટુંબિંક ઝઘડા કેસોનું નિવારણ, એચ.આઇ.વી એઇડ્સ જાગૃતિ પ્રોગ્રામ, વોટરશેડ-તળાવ ઉંડા કરવા, ખેડૂત જાગૃત તાલીમ શિબિરો, પર્યાવરણ બચાવો ઝૂંબેશ, સાક્ષરતા અભિયાન અને વ્યસન મુક્તિ અભિયાન પણ એમને ચલાવ્યુ હતુ.

બર્થડે@બેચરાજી: સમાજસેવી કિરીટ પટેલનો જન્મ દિવસ, મહામારી વચ્ચે ઉજવણી ટાળી

કિરીટભાઇ પટેલ ઉમિયા માતાજી સંસ્થા-ઉંઝામાં સામાજીક ઉત્કર્ષ સહાય કમિટી અને શાંતિનિકેતન પરીવાર, અમદાવાદના ચેરમેન પણ છે. આ સાથે ૭ર ચુંવાળ કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ ૭ર સમાજ, શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ ૭ર સમાજ, શ્રી સરદાર પટેલ યુવા ૭ર, હિન્દુસ્તાન વિકાસ મંચ સંસ્થાના પ્રમુખ છે. ઉમિયા કે.વી.સી. સંસ્થા, સોલારોડ, અમદાવાદમાં પણ તેઓ ઉપપ્રમુખની જવાબદારી નિભાવે છે. આ સાથે શ્રી સરદારધામ ભવન, વૈષ્ણોદેવી, અમદાવાદ, શ્રી કે.પી.હોસ્ટેલ, ગુલબાઇ ટેકરા, અમદાવાદ, ગાયત્રી મંદીર, બેચરાજી, શ્રીપાટીદાર ટ્રસ્ટ પ્રગતિ મંડળ, અમદાવાદ અને ચુંવાળ વિકાસ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આવી રહ્યા છે. કીરીટ પટેલ ઉમિયા માતાજી સંસ્થા ઉંઝાના કારોબારી સભ્ય પણ છે.