સ્પેશ્યલઃ 21 માર્ચે વિશ્વ વન દિવસની ઉજવણી, જાણો વધુ

અટલ સમાચાર, મહેસાણા દર વર્ષે 21 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વનો દ્રારા મળતાં અગણિત લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચુકવવાનો છે. ઇ.સ.1971 માં મળેલી 23 મી યુરોપીયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વન્ય વિસ્તારોને કેવી
 
સ્પેશ્યલઃ 21 માર્ચે વિશ્વ વન દિવસની ઉજવણી, જાણો વધુ

અટલ સમાચાર, મહેસાણા

દર વર્ષે 21 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વનો દ્રારા મળતાં અગણિત લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચુકવવાનો છે. ઇ.સ.1971 માં મળેલી 23 મી યુરોપીયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વન્ય વિસ્તારોને કેવી રીતે જાળવવા, નુકશાન ન પોહોંચે તેવું આયોજન, વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેનું આયોજન અત્યારે અને ભવિષ્યમાં શું ફાયદા મેળવી શકાય તેની જાગૃકતા લાવવાનું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વન-સંરક્ષણ માટે બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌરઉર્જા, પવનઉર્જા, બાયોઉર્જા વગેરેનો ઉપયોગ લોકોને પ્રોત્સાહિત કરીએ. જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવર્યપણે કાપવાં પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઇએ. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. એકવાત આપણે બધાએ યાદ રાખવી કે, જંગલો છે તો આપણે છે બાકી આપણું અસ્તિત્વ નહીં રહે. એટલે જેમ બને તેમ વૃષો વાવવા અને તેનું સંરક્ષણ કરવું.