સ્પેશ્યલઃ આજે વિશ્વ કેન્સર દિવસ, બચવા માટે આ ચીજોનું રાખો ધ્યાન

અટલ સમાચાર, ડેસ્ક આજે વિશ્વ કેન્સર દિવસ છે. દુનિયાભરમાં દર વર્ષે કેન્સરના કારણે અંદાજે 96 લાખ લોકોના મોત નિપજે છે. સામાન્ય ધારણા એવી છે કે કેન્સર એકમાંથી બીજામાં ફેલાય છે. કેન્સર ફેલાવવાને લઈને લોકોમાં અનેક ગેરસમજો પ્રવર્તી રહી છે. પરંતુ આજના દોરમાં કેન્સરની જાણકારી જ તેનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે છે. દેશના મોટા ડોક્ટરોનું
 
સ્પેશ્યલઃ આજે વિશ્વ કેન્સર દિવસ, બચવા માટે આ ચીજોનું રાખો ધ્યાન

અટલ સમાચાર, ડેસ્ક

આજે વિશ્વ કેન્સર દિવસ છે. દુનિયાભરમાં દર વર્ષે કેન્સરના કારણે અંદાજે 96 લાખ લોકોના મોત નિપજે છે. સામાન્ય ધારણા એવી છે કે કેન્સર એકમાંથી બીજામાં ફેલાય છે. કેન્સર ફેલાવવાને લઈને લોકોમાં અનેક ગેરસમજો પ્રવર્તી રહી છે. પરંતુ આજના દોરમાં કેન્સરની જાણકારી જ તેનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે છે. દેશના મોટા ડોક્ટરોનું કહેવું છે કે બસ થોડી સમજદારી અને થોડા સુરક્ષા માટેના પગલા તમને જીવલેણ કેન્સરથી બચાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધર્મશિલા નારાયણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઓન્કો સર્જન ડો.અંશુમન કુમારનું કહેવું છે કે કેન્સર જેનેટિક હોતુ નથી. સામાન્ય રીતે લોકો માને છે કે પરિવારમાં એક પણ વ્યક્તિને કેન્સર થયું તો અન્ય સભ્યોને પણ થઈ શકે છે. પરંતુ અસલમાં તો માત્ર 5-15 ટકા કેન્સરના મામલા જ જેનેટિક કારણોથી હોય છે. જો પરિવારમાં બધા જ સભ્યો એક જ પ્રકારની જીવનશૈલી અને ખાણીપીણીને ફોલો કરે છે તો બધાને એક જ પ્રકારનું કેન્સર થવાની શક્યતા રહેલી છે.

કેન્સરથી બચવા માટે ડોક્ટર સૌથી વધુ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના આદતોને જ મદદગાર માને છે. ડોક્ટરોનું કહેવું છે કે રોજેરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વ્યાયામ અને ખાવાપીવામાં પાંદડાવાળા શાકભાજી, સલાડ વગેરેનો ઉપયોગ કેન્સરને દૂર ભગાડી શકે છે. આ ઉપરાંત પિઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાય જેવી વસ્તુઓથી બને તેટલું દૂર રહેવું પણ તમને મદદગાર સાબિત કરી શકે છે. બાળકોને કેન્સરથી બચાવવા માટે તેમને ચોકલેટ અને ફાસ્ટફૂડથી દૂર રાખવા.