સ્પેશ્યલઃ આ કારણે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે

અટલ સમાચાર, ડેસ્ક ગણિત વિષયને બનાવવા માટે પહેલાનાં સમયમાં આર્યભટ્ટ,બ્રહ્મગુપ્ત,મહાવીર,ભાસ્કર વગેરે મહાન પુરુષોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાંના એક મહાપુરુષ છે શ્રીનિવાસ રામાનુજન જેણે નાની ઉમરમાં ગણિત ક્ષેત્રે પોતાનું સવિશેષ યોગદાન આપ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર,1887માં કોઈમ્બતુરના ઇરોડ ગામમાં બ્રાહ્મણ પરિવાર થયો હતો.તેના પિતાનું નામ
 
સ્પેશ્યલઃ આ કારણે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે

અટલ સમાચાર, ડેસ્ક

ગણિત વિષયને બનાવવા માટે પહેલાનાં સમયમાં આર્યભટ્ટ,બ્રહ્મગુપ્ત,મહાવીર,ભાસ્કર વગેરે મહાન પુરુષોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાંના એક મહાપુરુષ છે શ્રીનિવાસ રામાનુજન જેણે નાની ઉમરમાં ગણિત ક્ષેત્રે પોતાનું સવિશેષ યોગદાન આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર,1887માં કોઈમ્બતુરના ઇરોડ ગામમાં બ્રાહ્મણ પરિવાર થયો હતો.તેના પિતાનું નામ કુપ્પુસ્વામી શ્રીનિવાસ અને તેની માતાનું નામ કોમલાત્મલ શ્રીનિવાસ હતું પિતા સાડીની દુકાનમાં કારકુનની નોકરી કરતા હતા અને તેની માતા ગૃહિણી હતી. નાનપણમાં શિક્ષાનો અભાવ હોવા છતાં તેમણે 13 થી 14 વર્ષની ઉમરમાં પ્રમેય શોધ્યો હતો અને તેમાં સફળતા પણ મેળવી હતી.

ખૂબ નાની ઉંમરે તેઓ ગણિતમાં અભૂતપૂર્વ રુચિ ધરાવતા હતા. તેના પરિણામે તેમણે વિશ્વને અપૂર્ણાંક, અનંત શ્રેણી, નંબર થિયરી, ગણિતશાસ્ત્ર વિશ્લેષણ ( મેથેમેટિકલ એનાલીસિસ ) વગેરે આંતરિક ગણિતના વિષયોમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપીને ગણિતના ઇતિહાસમાં અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

આવા મહાન વ્યકિતએ 32 વર્ષની ઉંમરમાં જ આપણા વચ્ચેથી વિદાય લીધી હતી. વર્ષ 2015માં તેમના જીવન પર એક ફિલ્મનું નિર્માણ થયું હતું જેનું નામ ‘ the men who knew infinity ( ધ મેન હું ન્યુ ઇન્ફિનિટી )’ . તે બાયોપિકમાં દેવ પટેલે શ્રીનિવાસ રામાનુજનની ભૂમિકા ભજવી હતી. 2012માં પૂર્વ પ્રધનમંત્રી મનમોહન સિંહે ચેન્નઈમાં શ્રીનિવાસ રામાનુજનની 125મી જન્મજયંતી નિમિત્તે મદ્રાસ યનિવર્સિટીમાં સમારોહનું આયોજન કર્યું હતું ત્યારે શ્રીનિવાસ રામાનુજનને શ્રધ્ધાંજલિ અર્પિત કરતા 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ જાહેર કરવામાં આવ્યો.

આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગણિત પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢી ભવિષ્યમાં શિક્ષણ પ્રત્યે ગણિત પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે તેના માટે જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે ગણિતશાસ્ત્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિબિર દ્વારા તાલીમ આપવામાં આવે છે. ઈ. સ 1976માં ટ્રીનીજ કૉલેજના પુસ્તકાલયમાં એક જૂનું પુસ્તક મળી આવ્યું હતું જેમાં પ્રમેય અને ઘણા સૂત્રો લખાયેલા હતાં.હજી સુધી આ પ્રમેયનું નિરાકરણ કાઢવા કોઈ સક્ષમ નથી.આજના સમયમાં આ બુકને ‘ રામાનુજન બુક ‘ તરીકે ઓળખવામાં આવે છે.