સ્પેશ્યલઃ પૂર્વ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયન મનમીત સિંહનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક પૂર્વ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયન મનમીત સિંહ વાલિયાનું કેનેડાના માંટ્રિયલમાં સોમવારે નિધન થઇ ગયું.તે ગત 2 વર્ષથી એએલએસ (એમિયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ)થી પીડિતા હતા. આ બિમારીમાં માંસપેશીઓ નબળી પડી જાય છે અને શરીરની મૂવમેન્ટ પર અસર પડે છે. મનમીત 58 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત 2 પુત્રીઓ છે. તે પોતાની સારવાર માટે
 
સ્પેશ્યલઃ પૂર્વ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયન મનમીત સિંહનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયન મનમીત સિંહ વાલિયાનું કેનેડાના માંટ્રિયલમાં સોમવારે નિધન થઇ ગયું.તે ગત 2 વર્ષથી એએલએસ (એમિયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ)થી પીડિતા હતા. આ બિમારીમાં માંસપેશીઓ નબળી પડી જાય છે અને શરીરની મૂવમેન્ટ પર અસર પડે છે. મનમીત 58 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત 2 પુત્રીઓ છે. તે પોતાની સારવાર માટે કોયંબતૂર પણ આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એશિયાઇ ચેમ્પિયનશિપ 1980માં 8 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન કમલેશ મહેતા સાથે ભારત માટે પર્દાપણ કર્યા બાદ ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રમ્યા હતા. તે સમયે ભારતીય ટીમમાં મનમીત અને કમલેશ ઉપરાંત મનજીત સિંહ દુઆ, બી અરૂણ કુમાર અને વી ચંદ્વશેખર સામેલ હતા. ભારતીય ટીમને ઉત્તર કોરિયાની વિરૂદ્ધ 4-2ની બઢત બનાવવા છતાં 4-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. મનમીત સાથે વિતાવેલી પળોને યાદ કરતાં કમલેશે કહ્યું કે તે દિવસોમાં તે સારા ખેલાડીઓમાંથી એક હતા.

મનમીત 1980ના દાયકાના સૌથી શાનદાર ખેલાડીઓમાંથી એક હતા અને 1989માં હૈદ્વાબાદમાં પુરૂષ સિંગ્લસની ફાઇલમાં એસ શ્રીરામને હરાવીને રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યા હતા. તે 1981થી સતત 4 વર્ષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યા પરંતુ ખિતાબ જીતી શક્યા નહી. ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘના મહાસચિવ એમપી સિંહે મનમીતના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે આ સમગ્ર ટેબલ ટેનિસ જગત માટે દુખદ પળ છે. તેમણે કહ્યું કે જ્યારે હું રમતો હતો તો એક ખેલાડીના રૂપમાં મેં તેને એક વાત કહી હતી અને થોડા વર્ષો પહેલાં જ્યારે તે દિલ્હી આવ્યો હતો ત્યારે પણ તેને મળ્યો હતો. મેં સારો મિત્ર ગુમાવ્યો છે.