આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાને લઇને જે રીતે દર્દીની સંખ્યા વધી રહી છે, ત્યારે કોરાના દર્દી માટે સુરત તંત્ર દ્વારા એક હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જોકે આ હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં જ તૈયાર કરવામાં આવી છે. તંત્ર દ્વારા 548 બેડની વ્યવસ્થા સાથે યુદ્ધના ધોરણે કરીને ગુજરાત રાજ્યમાં મલ્ટીલેયર પાર્કિંગમાં આ પ્રકારની સુવિધા ઉભી કરનાર પ્રથમ રાજય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગામી કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સુરત મનપાનું આગોતરું આયોજન કરવામાં આવ્યુ છે, જોકે અહીંયા દર્દી માટે ખાસ આઇસોલેશન વોર્ડ પણ બનાવામાં આવ્યા છે, અને જરૂર પડેતો શહેરમાં આવેલ અનેક મલ્ટી લેવલ પાર્કિગમાં હોસ્પિટલ બનાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાના દર્દીને રાખવા માટે ચીન દ્વારા એક આધુનિક હોસ્પિટલ ગણતરીના દિવસમાં ઉભી કરવામાં આવી હતી, ત્યારે ભારતમાં પણ આ વાયરસના દર્દી વધી રહ્યા છે. આ વાયરસના દર્દી અન્ય કોઈને ચેપ ન આપે તે માટે સરકાર દ્વારા હોસ્પિટલ ઉભી કરવામાં આવે છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા એક હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.

548 બેડની આ હોસ્પિટલ અન્ય કોઈ જગ્યા એ નહીં પણ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિગમાં તૈયાર કરવામાં આવી છે. જોકે પાર્કિગમાં હોસ્પિટલ ઉભી કરવાનો ભારત ભરમાં પ્રષ્ઠમ ગુજરાતનું સુરત શહેર છે, અહીંયા દર્દીને તમામ સારવાર મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code