સ્પેશ્યલ@ગુજરાત: નમસ્તે ટ્રમ્પ માટે સોના-ચાંદી અને પ્લેટિનમની કરન્સી

અટલ સમાચાર,ડેસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે પોતાની પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે રવાના થઈ ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આજે બપોરે 12 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને લઈ સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ છે. તેવામાં સુરતમાં જ્વેલરી શોપ દ્વારા આ ખાસ ઈવેન્ટ પર ચાંદી, સોના અને પ્લેટિનમની કરન્સી તૈયાર કરવામાં આવી છે.
 
સ્પેશ્યલ@ગુજરાત: નમસ્તે ટ્રમ્પ માટે સોના-ચાંદી અને પ્લેટિનમની કરન્સી

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે પોતાની પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે રવાના થઈ ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આજે બપોરે 12 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને લઈ સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ છે. તેવામાં સુરતમાં જ્વેલરી શોપ દ્વારા આ ખાસ ઈવેન્ટ પર ચાંદી, સોના અને પ્લેટિનમની કરન્સી તૈયાર કરવામાં આવી છે. આ કરન્સી પર ટ્રમ્પ અને પીએમ મોદીની તસ્વીર લગાવવામાં આવી છે.

સ્પેશ્યલ@ગુજરાત: નમસ્તે ટ્રમ્પ માટે સોના-ચાંદી અને પ્લેટિનમની કરન્સી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@ગુજરાત: નમસ્તે ટ્રમ્પ માટે સોના-ચાંદી અને પ્લેટિનમની કરન્સી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈ ટ્વીટ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ આવતાં પહેલાં એક વીડિયો શેર કર્યો હતો. જેને રિટ્વીટ કરીને પીએમ મોદીએ લખ્યું કે, ભારત તમારા આગમનની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યું છે. તમારી મુલાકાતથી આપણા દેશો વચ્ચેની મિત્રતા જરૂરથી વધારે ગાઢ બનશે.

સ્પેશ્યલ@ગુજરાત: નમસ્તે ટ્રમ્પ માટે સોના-ચાંદી અને પ્લેટિનમની કરન્સી

ડોનાલ્ડ ટ્રમ્પના અને પીએમ મોદીનું સ્વાગત દૂધ ઉત્પાદક મંડળની મહિલાઓ કરશે. 9000 મહિલાઓ સામૈયું કરીને મહાસત્તાના બંને નેતાઓનું સ્વાગત કરશે. એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો ઈન્ડિયા રોડ શો શરૂ થશે. જે બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચશે. ગાંધી આશ્રમ દ્વારા ટ્રમ્પને ચરખા સહિતની ગિફ્ટ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈન્ડિયા રોડ શોમાં સૌ પ્રથમ ગુજરાતી ગરબા નિહાળશે. સ્વાગત રૂટમાં પ્રથમ સ્ટેજ પર ગુજરાતી ગરબાનું સ્ટેજ છે. માથે બેડાં રાખીને યુવતીઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવી રહ્યા છે.