સ્પેશ્યલ@ગુજરાત: “લોહપુરૂષ” સરદાર વલ્લભભાઇ પટેલની આજે 70મી પુણ્યતિથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજે સરદાર વલ્લભભાઈ પટેલની 70મી પુણ્યતિથી છે. દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી રહેલા સરદાર પટેલનું 15 ડિસેમ્બર, 1950ના રોજ અવસાન થયું હતું. આજે એમની 70મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ વિશે ગાંધીજીએ એવુ કહેલુ કે, ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કરવા માટે અનેક લોકો મારા પાછળ આવવા માટે તૈયાર હતા, પરંતુ મારૂં મન સતત
 
સ્પેશ્યલ@ગુજરાત: “લોહપુરૂષ” સરદાર વલ્લભભાઇ પટેલની આજે 70મી પુણ્યતિથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સરદાર વલ્લભભાઈ પટેલની 70મી પુણ્યતિથી છે. દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી રહેલા સરદાર પટેલનું 15 ડિસેમ્બર, 1950ના રોજ અવસાન થયું હતું. આજે એમની 70મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ વિશે ગાંધીજીએ એવુ કહેલુ કે, ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કરવા માટે અનેક લોકો મારા પાછળ આવવા માટે તૈયાર હતા, પરંતુ મારૂં મન સતત સવાલ પૂછતું કે, મારો ડેપ્યુટી કમાન્ડર કોણ હોવો જોઈએ ? આખરે મેં વલ્લભભાઈ વિશે વિચાર્યું.

સરદાર પટેલની જીવનગાથા

સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં ગુજરાતમાં થયો હતો. કરમસદમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યાં બાદ પેટલાદની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. વલ્લભભાઈની ઉંમર 17 વર્ષની હતી, ત્યારે તેમના લગ્ન ઝવેરબા સાથે થયા હતા. વલ્લભભાઈને ગોધરામાં એક વકીલ તરીકે પોતાની પ્રેક્ટિશ શરૂ કરી. તેમણે એક વકીલ તરીકે ઝડપથી સફળતા હાંસિલ કરી અને ટૂંક સમયમાં તેઓ મોટા ક્રિમિનલ લૉયર બની ગયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1928માં ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ થયો, જેની આગેવાની વલ્લભભાઈ પટેલે કરી. આ એક મુખ્ય ખેડૂત આંદોલન હતું. તે સમયે તત્કાલીન સરકાર ખેડૂતો પાસેથી જંગી કર વસૂલી રહી હતી. સરકારે કરમાં 30 ટકાનો વધારો કરી દીધો હતો. જેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા. વલ્લભભાઈ પટેલે સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કર્યો. સરકારે આ આંદોલન કચડવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ અંતમાં લાચારીવશ સરકારને પટેલ સામે નમતુ જોખવું પડ્યું અને ખેડૂતોની માંગ પૂરી કરવી પડી. બે અધિકારીઓની તપાસ બાદ કર 30 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધો. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઈ પટેલની સરદારની ઉપાધી આપી.

સ્પેશ્યલ@ગુજરાત: “લોહપુરૂષ” સરદાર વલ્લભભાઇ પટેલની આજે 70મી પુણ્યતિથી
File Photo

આ તરફ 1931માં સરદાર પટેલને કોંગ્રેસના કરાંચી અધિવેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તે સમયે જ્યારે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂની ફાંસીથી સમગ્ર દેશમાં આક્રોશ હતો. પટેલે એવું ભાષણ આપ્યું, જે લોકોની દેશ ભાવનાને દર્શાવતું હતું. પટેલે ધીમે-ધીમે તમામ રાજ્યોના ભારતમે વિલય માટે તૈયાર કરી લીધા હતા, પરંતુ હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન આસિફે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો. નિઝામે નિર્ણય કર્યો ગતો કે, તે પાકિસ્તાન કે ભારતમાં સામેલ નહીં થાય. જે બાદ સરદાર પટેલે હૈદરાબાદના નિઝામને ખદેડવા માટે ઓપરેશન પોલો ચલાવ્યું. વર્ષ 1948માં ચલાવવામાં આવેલ ઓપરેશન પોલો એક ગુપ્ત ઓપરેશન હતું. આ ઓપરેશન થકી નિઝામ ઉસ્માન અલી ખાન આસિફને સત્તાથી દૂર કરવામાં આવ્યા અને હૈદરાબાદને ભારતનો હિસ્સો બનાવી લેવામાં આવ્યું. દેશની આઝાદી બાદ પટેલ પહેલા નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બન્યા હતા.

સરદાર પટેલના નિધન પર પંડિત નેહરૂએ કહ્યું હતું કે, સરદારનું જીવન એક મહાન ગાથા છે. જેનાથી આપણે સૌ પરિચિત છીએ અને સમગ્ર દેશ આ જાણે છે. ઈતિહાસના અનેક પાનાઓમાં તેની નોંધ લેવાશે અને તેમને રાષ્ટ્ર નિર્માતા કહેશે. ઈતિહાસ તેમને નવા ભારતના એકીકરણ કરનાર કહેશે. આપણામાંથી અનેક લોકો માટે તેઓ સ્વતંત્રતાની લડાઈમાં આપણી સેનાના એક મહાન સેનાનાયક તરીકે યાદ કરવામાં આવશે. એક એવો વ્યક્તિ જેણે કપરા સમયમાં અને જીતની ક્ષણોમાં બન્ને અવસરે આપણને યોગ્ય સલાહ આપી. સરદાર પટેલનું અવસાન 15 ડિસેમ્બર, 1950ના મુંબઈમાં થયું હતું. 1991માં સરદાર પટેલને મરણોપરાન્ત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.