સ્પેશ્યલઃ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આજે 136મો સ્થાપના દિવસ

અટલ સમાચાર, ડેસ્ક દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આજે 136મો સ્થાપના દિવસ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ ઝંડો ફરકાવ્યો. કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતાં. પાર્ટી પોતાના 136માં સ્થાપના દિવસ પર આજથી કિસાન સંવાદ કાર્યક્રમની શરૂઆત કરી રહી છે. કોંગ્રેસે આ સંવાદ કાર્યક્રમને
 
સ્પેશ્યલઃ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આજે 136મો સ્થાપના દિવસ

અટલ સમાચાર, ડેસ્ક

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આજે 136મો સ્થાપના દિવસ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ ઝંડો ફરકાવ્યો. કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતાં. પાર્ટી પોતાના 136માં સ્થાપના દિવસ પર આજથી કિસાન સંવાદ કાર્યક્રમની શરૂઆત કરી રહી છે. કોંગ્રેસે આ સંવાદ કાર્યક્રમને જય જવાન-જય કિસાન નામ આપ્યું છે અને આ કાર્યક્રમ 28થી 30 ડિસેમ્બર સુધી ચાલશે. આજે પાર્ટી કાર્યાલયમાં સ્થાપના દિવસ કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં પાર્ટીનો ઝંડો પણ ફરકાવવામાં આવ્યો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાર્ટીની સામે સમસ્યા એ હતી કે તેમના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી બીમાર છે. જ્યારે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિદેશ જતા રહ્યા. સોશિયલ મીડિયા પર તેમના વિદેશ જવાના ખબર ટ્રેન્ડ કરી રહ્યા છે. આવામાં ગાંધી-નહેરુ પરિવાર વગર પાર્ટીનો ઝંડો કોણ ફરકાવશે તેને લઈને પાર્ટીના પદાધિકારી અસમંજસમાં હતા. તેમણે આ માટે પ્રિયંકા ગાંધીને એપ્રોચ કર્યા. પરંતુ તેમણે ધ્વજારોહણ માટે એ કે એન્ટોનીનું નામ પ્રસ્તાવિત કરી દીધુ. ત્યારબાદ એ કે એન્ટોનીએ ઝંડો ફરકાવ્યો. તેમની સાથે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, પવન બંસલ અને કે સી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતાં.

પાર્ટીએ આવનારા દિવસોમાં પોતાના અધ્યક્ષની પસંદગી કરવાની છે. અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટીમાં હાલ રણનીતિ તૈયાર થઈ રહી છે. કહેવાય છે કે પાર્ટી નહેરુ ગાંધી પરિવાર બહારના નેતાને અધ્યક્ષ બનાવવાનું જોખમ લેશે નહીં અને હરી ફરીને વાત રાહુલ ગાંધી પર આવશે અને તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવી દેવાશે.