સ્પેશ્યલઃ ભારતના આ મહાન વ્યક્તિના જન્મદિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે

અટલ સમાચાર, ડેસ્ક 23 ડિસેમ્બર એટલે ખેડૂત દિવસ ભારતમાં આજે ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે. ખેડૂત દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહના જન્મદિવસ 23મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ અવસરે આવો જાણીએ કે ખેડૂતોના કલ્યાણ અને સગવડો માટે સરકાર તેમને કેટલી સબસિડી આપે છે, કેટલી યોજના ચાલે છે અને તેમને
 
સ્પેશ્યલઃ ભારતના આ મહાન વ્યક્તિના જન્મદિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે

અટલ સમાચાર, ડેસ્ક

23 ડિસેમ્બર એટલે ખેડૂત દિવસ ભારતમાં આજે ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે. ખેડૂત દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહના જન્મદિવસ 23મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ અવસરે આવો જાણીએ કે ખેડૂતોના કલ્યાણ અને સગવડો માટે સરકાર તેમને કેટલી સબસિડી આપે છે, કેટલી યોજના ચાલે છે અને તેમને કયા કયા અધિકાર છે.

સબસિડી ઉપરાંત કેન્દ્ર સરકાર અનેક યોજનાઓના માધ્યમથી ખેડૂતોની સીધી આર્થિક મદદ ઉપલબ્ધ કરાવે છે. જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી દર વર્ષે દેશના લગભગ 12 કરોડ નાના તથા સીમાંત ખેડૂતોને 6 હજાર રૂપિયાની કેશ રકમ આપવામાં આવે છે. જેથી કરીને ન્યૂનતમ આવક ગેરંટી જળવાઈ રહે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત ખેડૂતો અને કૃષિના ઉત્કર્ષ માટે પાક વીમા યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેવી અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં તમામ યોજનાઓ માટે સરકારે બજેટમાં લગભગ 2.83 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. જો કે તેમાંથી લગભગ 1.23 લાખ કરોડ રૂપિયા ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ માટે છે. ડેરી આંતરપ્રિન્યોર સ્કીમ, એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ, નેશનલ લાઈવસ્ટોક મિશન જેવી અનેક યોજનાઓ માટે NABARD સીધી બેન્કોને સબસિડી આપે છે.

ખેડૂતોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી પ્રમુખ યોજનાઓ

– પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના
– પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
– પ્રધાનમંત્રી પાક વીમા યોજના
– કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
– પશુ સિસાન ક્રેડિટ કાર્ડ યોજના
– પરંપરાગત કૃષિ વિકાસ યોજના
– પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
– રાષ્ટ્રીય કૃષિ બજાર (e-NAM)
– ડેરી આંતરપ્રીન્યોરશિપ ડેવલપમેન્ટ સ્કીમ
– રેનફીડ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ
– સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમ
– નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર
– પશુધન વીમા યોજના.