આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

હિન્‍દી શબ્‍દનો ઉદ્‌‌ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્‍દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્‍લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્‍દ છે. હિંદુ શબ્‍દ પણ આ રીતે આવેલો છે. હિંદ અને હિન્‍દુ તે સંસ્‍કૃત શબ્‍દ સિંદઉનો અર્પભ્રંશ છે. હિંદી ભાષા મુખ્‍યતઃ સંસ્‍કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્‍દોને સમાવેશ થાય છે. હિન્‍દી અને ઉર્દુ ભગીની ભાષા કહેવાય છે. કારણ કે તેમના વ્‍યાકરણ અને શબ્‍દ ભંડોળમાં ખૂબ સમાનતા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હિંદી સવિધાનિક રૂપે ભારતની પ્રથમ રાષ્‍ટ્રભાષા છે અને સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્‍ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. 26 જાન્‍યુઆરી 1965ના દિવસે હિંદીને ભારતની રાષ્‍ટ્રભાષાનો દરજ્‍જો આપવામાં આવ્‍યો. ચીની ભાષા પછી હિંદુ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશમાં થઇને કુલ 60કરોડથી વધુ લોકો હિન્‍દી બોલે છે વાંચે છે અથવા લખે છે. ફિજી મોરેશિયમ, ગુયાના, સુરીનામ અને નેપાળની મોટાભાગની પ્રજા હિન્‍દી બોલે છે. આજે 14 સપ્‍ટેમ્‍બર હિન્‍દી દિન છે.

ભાષાવિદો હિન્‍દી અને ઉર્દુને એક ભાષા સમજે છે. હિન્‍દી દેવનાગરી લિપીમાં લખવામાં આવે છે. અને શબ્‍દોવલીના સ્‍તર પર મોટા પ્રમાણમાં સંસ્‍કૃતના શબ્‍દોનો પ્રયોગ કરવામાં આવે છે. ઉર્દુ નાસ્‍તાલિકમાં લખવામાં આવે છે અને શબ્‍દાવલીના સ્‍તર પર તેના ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે.

ભારતની બંધારણ સભાએ 1949માં આજના દિવસે તેને અધિકૃત ભાષા તરીકે જાહેર કરી હતી. દેવનાગરી લિપિ સાથે રાષ્‍ટ્રભાષા તરીકે તેનો સ્‍વીકાર થયો હતો. 1965 સુધીમાં હિન્‍દી સરકારની સંપૂર્ણ કામગીર માટેની ભાષા બની જશે તેવું જણાવાયેલું. પણ હિન્‍દીને અધિકૃત ભાષા તરીકે અપનાવવાનો વિરોધ થયો અને નવો કાયદો પસાર કરી અંગ્રેજી અધિકૃત ભાષા તરીકે ચાલુ રાખવામાં આવી. જો કે. હિન્‍દીને ભારતની રાષ્‍ટ્રભાષા તરીકે અધિકૃત કરવા સમિતિની રચના પણ કરાય. બી.જી. ખેર કમિશને આ સંદર્ભે ખાસ્‍સુ કામ કરીને તેમની ભલામણનોને આખરી ઓપ આપ્‍યો હતો.

હિન્‍દી ઇન્‍ડો-આચર્ય કુળની ભાષા છે. અનેક શબ્‍દો સંસ્‍કૃત, અરેબિક ફારસી ભાષામાંથી પણ આવ્‍યા છે. સંપર્ક ભાષા તરીકે હિન્‍દીએ સ્‍થાન લીધું છે. ફિલ્‍મો તો ખૂબ લોકપ્રિય બની છે. અંગ્રેજી ભકતો પણ હિન્‍દી ફિલ્‍મો જુએ છે અને હિન્‍દી ગીતો સાંભળે છે. આજે વિશ્વના તમામ દેશોમાં હિન્‍દી ભાષીઓ અને જાણનારાઓ વસે છે. વિદેશીઓ પણ હિન્‍દી નિષ્‍ણાત બની ગયા છે. દેશની અંદર હિંદીમાં દેશભકિત ગીતો સાંભળવા મળે છે.

ગાંધીજીએ હિન્‍દીને એકતાની ભાષા કહી હતી. સમગ્ર વિશ્વમાં સૌથી બોલાતી આ બીજા ક્રમાંકની ભાષા છે. તેમ છતાં ભારતમાં ભાષાના નામે રાજકારણ રમાતુ આવ્‍યું છે. વિદેશોમાં અભ્‍યાસક્રમોમાં યુનિવર્સિટીઓમાં હિન્‍દીનો સમાવેશ થાય છે. અને આપણા દેશમાં તેની બાદબાકી થાય છે. દર વર્ષે 14 સપ્‍ટેમ્‍બરના દિવસે દેશમાં રાષ્‍ટ્રીય ભાષા હિન્‍દી દિવસ તરીકે મનાવવામાં આવે છે.

1949માં બંધારણીય સભાએ એકમત થઇને હિન્‍દીને રાષ્‍ટ્રીયભાષા તરીકે પ્રસ્‍થાપિત કરી હતી. ત્‍યારથી હિન્‍દી દિવસથી દરવર્ષે ઉજવણી થાય છે. દેશમાં હિન્‍દીનો પ્રસાર-પ્રચાર કરવા માટે પ્રચાર સમિતિ પણ નિમાઇ છે. સ્‍વતંત્ર ભારતની રાષ્‍ટ્રીય ભાષાના આ પ્રશ્ન પર ખૂબ જ વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાયો હતો. ભારતીય બંધારણની 17માં અનુચ્‍છેદની કલમ 343(1) માં વર્ણન કરાવમાં આવ્‍યું છે કે, રાષ્‍ટ્રીય ભાષ હિન્‍દી અને લિપી દેવનાગરી રહેશે.

દેશમાં જોઇએ તો આસામામાં બોલાતી આસામી અને બોડો તો બંગાળમાં બોલાતી બંગાળ જમ્‍મુ તરફની ડોગરી અને કાશ્‍મીરીની તો ગોવા તરફથી બોલાતી કોંકણી, ગુજરાતની ગુજરાતી, સાઉથ ની તમિળ તેલેગુ કન્નડ, મલયાલમ તથા મણિપુરમાં બોલાતી મણિપુરી, મરાઠી પંજાબી, સિંઘી, ઉર્દુ સંથાલી અને ઓડિયા અને સંસ્‍કૃત પણ પ્રાદેશિક જ છે. પણ બંધારણ સભાએ 1949માં અધિકૃત રાષ્‍ટ્રીય ભાષા તરીકે હિન્‍દી ભાષાને જાહેર કરી હતી.

વિશ્વ હિન્‍દી દિવસ ઉજવણીનો ઉદ્દેશ્‍ય હિન્‍દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કેળવવાનો અને આંતરરાષ્‍ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. વિદેશમાં ભારતીય એલચી કચેરીઓ દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિષયો પર હિન્‍દી ભાષામાં વ્‍યાખ્‍યાનો યોજીને હિન્‍દી ભાષાના વિકાસ અને પ્રચાર પર ભાર મુકવામાં આવે છે.

23 Sep 2020, 6:52 AM (GMT)

COVID-19 Global Stats

31,969,866 Total Cases
978,761 Death Cases
23,554,486 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code