આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પ્રસંગ નિમિત્તે પ્રધાનમંત્રીએ વેબ ટેલિકાસ્ટ દ્વારા સવારે ૧૧ કલાકથી દેશની તમામ પંચાયતોને સંબોધન કરેલ હતું. મહેસાણા જિલ્લાની આ તમામ પંચાયતોએ આ સંબોધન https://pmindiawebcast.nic.in ની લીન્ક પરથી નિહાળ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાની તમામ પંચાયતો આ સંબોધન નિહાળી શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા સંબધિત અધિકારી અને પદાધિકારીઓને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં આ વેબકાસ્ટ દરમિયાન સરકાર દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા સામાજિક દુરીનું પાલન કરી પ્રધાનમંત્રીને સાંભળ્યા હતા. મહેસાણા જિલ્લામાં ૬૦૦ થી વધુ ગ્રામપંચાયતો,સી.એસ.સી સેન્ટરોમાં પંચાયતના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમને નિહાળ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code