રમત-ગમતઃ ધોનીએ કરી જાહેરાત, IPLમાંથી નહીં લે સંન્યાસ, ચેન્નઈ માટે રમતો રહીશ

અટલ સમાચાર, ડેસ્ક ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબજ ખરાબ રહેતા ધોનીની આગેવાની હેઠળની ટીમ પહેલીવાર પ્લેઓફમાં ક્વોલિફાઈ ન કરી શકી. ચેન્નાઈ સુપરકિંગ્સની નાકામી વચ્ચે આફવાઓ ચાલી હતી કે આ ધોનીની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. એવું કહેવામાં આવતું હતું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહેનાર ધોની હવે આઈપીએલને પણ બાય બાય
 
રમત-ગમતઃ ધોનીએ કરી જાહેરાત, IPLમાંથી નહીં લે સંન્યાસ, ચેન્નઈ માટે રમતો રહીશ

અટલ સમાચાર, ડેસ્ક

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબજ ખરાબ રહેતા ધોનીની આગેવાની હેઠળની ટીમ પહેલીવાર પ્લેઓફમાં ક્વોલિફાઈ ન કરી શકી. ચેન્નાઈ સુપરકિંગ્સની નાકામી વચ્ચે આફવાઓ ચાલી હતી કે આ ધોનીની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. એવું કહેવામાં આવતું હતું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહેનાર ધોની હવે આઈપીએલને પણ બાય બાય કરી શકે છે. પરંતુ આવું થયું નહીં. કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ સીએસકેની છેલ્લી મેચમાં ધોનીએ જાહેરાત કરી દીધી કે તેઓ આઈપીએલમાં રમતા રહેશે. અને અત્યારે આઈપીએલમાંથી સન્યાસ લેવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે એમએસ ધોનીના સંન્યાસની અટકળો એવા સમયે શરુ થઈ જ્યારે દર મેચ પછી ખેલાડીઓે પોતાની જર્સી આપતા દેખાયા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સામેના મુકાબલામાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ ધોની પાસેથી તેમની આઈપીએલ જર્સી લીધી હતી. એમએસ ધોનીએ જ્યારે આઈપીએલ 2020માં છેલ્લી વખત ટોસ કરવા માટે આવ્યા તો કમેન્ટેટર ડેની મોરિસને પૂછ્યું કે શું તમે પીળી જર્સીમાં છેલ્લી આઈપીએલ મેચ રમશો? આ અંગે ધોનીએ સીધો જવાબ આપ્યો હતો કે બિલકુલ નહીં, આ મારી પીળી જર્સીમાં છેલ્લી મેચ નથી. ઉલ્લેખનીય છે કે આના પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓએ પણ કહ્યું કે ધોની આગામી સિઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સની કેપ્ટનશિપ કરતા દેખાશે.

ત્યારબાદ ધોનીનું પ્રદર્શન પણ આ અટકલોનું કારણ છે. ધોની માટે આ અત્યાર સુધીની સૌથી ખરાબ આઈપીએલ છે. ધોનીએ અત્યાર સુધી માત્ર 25ની સરેરાશથી માત્ર 200 રન જ ફટકાર્યા હતા. આ સાથે જ તેમનો સ્ટ્રાઈક રેટ પણ 116.27 રહ્યો છે. ધોનીએ આ સીજનમાં સૌથી ઓછી 7 સિક્સ લગાવી છે. 2015માં આ પહેલો મોકો છે જ્યા ધોની આખી આઈપીએલ સિઝનમાં એક પણ મેન ઓફ ધ મેચ ન જીતી શક્યા.