રમત-ગમતઃ ધોનીએ કહ્યુ ‘હું પણ દબાણ અનુભવું છું, મને ડર લાગે છે

અટલ સમાચાર, ડેસ્ક પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની કે જેમને કેપ્ટન કૂલ તરીકે પણ ઓળખે છે તેમણે એક મોટો ખુલાસો કરતા સ્વીકાર્યું કે તેમના ઉપર પણ દબાણની અસર થાય છે અને તેમને પણ ડર લાગે છે. માનસિક સ્વાસ્થ્યના એક કાર્યક્રમમાં ધોનીએ સ્પષ્ટ શબ્દોમાં મેન્ટલ કન્ડિશનિંગ કોચની પેરવી કરતા કહ્યું કે ખેલ ગમે તે હોય પણ
 
રમત-ગમતઃ ધોનીએ કહ્યુ ‘હું પણ દબાણ અનુભવું છું, મને ડર લાગે છે

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની કે જેમને કેપ્ટન કૂલ તરીકે પણ ઓળખે છે તેમણે એક મોટો ખુલાસો કરતા સ્વીકાર્યું કે તેમના ઉપર પણ દબાણની અસર થાય છે અને તેમને પણ ડર લાગે છે. માનસિક સ્વાસ્થ્યના એક કાર્યક્રમમાં ધોનીએ સ્પષ્ટ શબ્દોમાં મેન્ટલ કન્ડિશનિંગ કોચની પેરવી કરતા કહ્યું કે ખેલ ગમે તે હોય પણ ખેલાડીઓ પર દબાણ હંમેશા રહે છે અને આ દબાણના કારણે અનેકવાર ખેલાડીઓ સંપૂર્ણ રીતે તૂટી પણ જાય છે. આવા સમયમાં જો સૌથી વધુ કઈ કામે લાગે તો તે છે મેન્ટલ કન્ડિશનિંગ કોચ.

ધોનીએ આ મુદ્દે આગળ વાત કરતા કહ્યું કે ભારતમાં આજે પણ મેન્ટલ હેલ્થ પર વાત કરવાની વાતને લોકો માનસિક બીમારી કહે છે અને મોટાભાગે તેને નકારાત્મકતાનો સમાનાર્થી શબ્દ ગણવામાં આવે છે. ધોનીએ કહ્યું કે, ‘મને લાગે છે કે ભારતમાં હજુ પણ એ સ્વીકાર કરવું એ મોટો મુદ્દો છે કે માનસિક પહેલુને લઈને કોઈ નબળાઈ છે, પરંતુ સામાન્ય રીતે આપણે તેને માનસિક બીમારી ગણીએ છીએ.’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધોનીએ કહ્યું કે, ‘કોઈ પણ અસલમાં એમ નથી કહેતું કે જ્યારે હું બેટિંગ માટે જઉ છું તો પહેલી પાંચમાંથી 10 બોલ સુધી મારા હ્રદયના ધબકારા વધેલા હોય છે. હું દબાણ મહેસૂસ કરું છું. હું થોડો ડરેલો પણ રહું છું. કારણ કે બધા આ જ પ્રકારે મહેસૂસ કરે છે. આ એક નાની સમસ્યા છે. પરંતુ ઘણીવાર આપણે કોચને એ કહેવામાં ખચકાટ અનુભવીએ છીએ અને આ જ કારણ છે કે કોઈ પણ ખેલમાં કોચ અને ખેલાડીના સંબંધો ખુબ મહત્વપૂર્ણ હોય છે.’

કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની વાતોનું સમર્થન કરતા કહ્યું કે સારી મેન્ટલ હેલ્થ ફક્ત ખેલ માટે જ જરૂરી છે એવું નથી તેનું જીવનમાં પણ ખુબ મહત્વ છે. કારણ કે જો તમારું મન શાંત હશે તો તમે કોઈ પણ પ્રકારનો તણાવ અનુભવી શકશો નહીં અને ખેલ પર ફોક્સ કરી શકશો. તેનાથી મેદાન પર તમારું પ્રદર્શન સારું થશે અને તમારા જીવનમાં પણ શાંતિ આવશે અને તે તમને એક અલગ પ્રકારની ખુશીનો અનુભવ કરાવશે. વિરાટે કહ્યું કે, ‘મને લાગે છે કે માનસિક સ્વાસ્થ્ય અને સ્પષ્ટતા ફક્ત ખેલ માટે જ નહીં પરંતુ જીવનમાં પણ ખુબ મહત્વના છે.’