દેશઃ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને પટાવાળાની નોકરી માટે અરજી કરી

અટલ સમાચાર, ડેસ્ક ઘણી મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરનાર દિનેશ સેન આર્થિક તંગીમાં ઝઝુમી રહ્યો છે. અને તેમાંથી બહાર નીકળવા માટે તેણે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)માં પટાવાળાની નોકરી માટે અરજી કરી છે. ભારતીય ફિઝિકલ ચેલેન્જ ક્રિકેટ ટીમની આગેવાની કરી ચૂકેલો દિનેશ જન્મથી જ પોલિયોથી ગ્રસ્ત છે. તે 2015થી 2019 સુધી ભારતીય ફિઝિકલ ચેલેન્જ
 
દેશઃ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને પટાવાળાની નોકરી માટે અરજી કરી

અટલ સમાચાર, ડેસ્ક

ઘણી મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરનાર દિનેશ સેન આર્થિક તંગીમાં ઝઝુમી રહ્યો છે. અને તેમાંથી બહાર નીકળવા માટે તેણે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)માં પટાવાળાની નોકરી માટે અરજી કરી છે. ભારતીય ફિઝિકલ ચેલેન્જ ક્રિકેટ ટીમની આગેવાની કરી ચૂકેલો દિનેશ જન્મથી જ પોલિયોથી ગ્રસ્ત છે. તે 2015થી 2019 સુધી ભારતીય ફિઝિકલ ચેલેન્જ ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. આ દરમિયાન તેણે કેપ્ટનશિપ પણ કરી હતી. 35 વર્ષનો દિનેશ હવે પરિવારના ભરણપોષણ માટે નોકરીની શોધ કરી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીટીઆઈ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે હું હજુ 35 વર્ષનો છું અને હાલના સમયે ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં છું. 12માં ધોરણના અભ્યાસ પછી હું ફક્ત ક્રિકેટ રમ્યો છું અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જોકે હવે મારી પાસે પૈસા નથી. નાડા (NADA)માં પટાવાળાની નોકરી માટે એક સ્થાન છે.

દિનેશના મોટા ભાઈઓએ અત્યાર સુધી તેના પરિવારની સંભાળ રાખી છે. હવે સમય ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેથી નાડાની નોકરી મેળવવા માટે ઉત્સુક છે. દિનેશે કહ્યું કે સામાન્ય લોકો માટે ઉંમર 25 વર્ષ છે જ્યારે ફિઝિકલ ચેલેન્જ લોકો માટે ઉંમરની છુટછાટ 35 વર્ષ છે. જેથી સરકારી નોકરી મેળવવા માટે મારી પાસે અંતિમ તક છે. તેને એકમાત્ર અફસોસ છે કે તે દેશ માટે રમ્યો હોવા છતા ફેમસ અને ધન તેને મળ્યું નથી.

જન્મથી પોલિયોના કારણે મારો એક પગ ખરાબ છે પણ ક્રિકેટના ઝનૂને મારામાં ખોટની ખબર પડી ન હતી. 2015માં પાંચ દેશોની ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ખેલાડી હતો. મેં ચાર મેચમાં 8 વિકેટ ઝડપી હતી. દિનેશ 2019માં પણ ટીમ સાથે ઇંગ્લેન્ડ ગયો હતો. જ્યાં ટીમે ટાઇટલ જીત્યું હતું, જોકે તે અધિકારી તરીકે ટીમનો ભાગ હતો.