રમત ગમતઃ રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ છતાં પણ ટીમ ઈન્ડિયાને મળી હાર

અટલ સમાચાર, ડેસ્ક ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતને 22 રને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. આપને જણાવી દઇએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ ઈન્ડિયાને 274નો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતની શરૂઆત ખૂબ જ
 
રમત ગમતઃ રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ છતાં પણ ટીમ ઈન્ડિયાને મળી હાર

અટલ સમાચાર, ડેસ્ક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતને 22 રને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. આપને જણાવી દઇએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ ઈન્ડિયાને 274નો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમ શ્રેણીની પહેલી મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીની બીજી મેચ જીતવી જરૂરી હતી, આજની મેચમાં હાર મળવાની સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ ગુમાવી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરીઝની બીજી મેચ આજે ઓકલેન્ડનાં ઈડન પાર્કમાં રમાઇ હતી. જ્યા યજમાન ટીમે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. આ પહેલા હેમિલ્ટોનમાં રમાયેલી પહેલી મેચ જીતી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ સીરીઝની બીજી મેચ જીતવામાં પણ સફળ રહી છે. આ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ 2-0 થી આગળ હોવાની સાથે સીરીઝ પણ જીતી ચુકી છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી ટીમ ઈન્ડિયાને જીત તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. આ પહેલા રવિન્દ્ર જાડેજા અને નવદીપ સૈનીની તાબડતોડ બેટિંગ જોવા મળી હતી. મેચમાં અંતિમ ક્ષણ સુધી રોમાંચ બની રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે અણનમ 73, ઓપનર માર્ટિન ગુપ્ટિલ 79 અને હેનરી નિકોલ્સે 41 રનોનું યોગદાન આપ્યું હતું. ગુપ્ટિલે 79 બોલમાં આઠ ચોક્કા અને ત્રણ છક્કા ફટકાર્યા. જ્યારે ટેલરે 74 બોલમાં છ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. કિવિ ટીમે અંતિમ પાંચ ઓવરમાં 53 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે ત્રણ, શાર્દુલ ઠાકુરે બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.