રમત ગમતઃ 2 સપ્તાહ માટે IPL ટાળવામાં આવી, 15 એપ્રિલ થશે શરૂ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે ટૂર્નામેન્ટને બે સપ્તાહ માટે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટૂર્નામેન્ટની 13મી સીઝનની શરૂઆત 15 એપ્રિલથી થશે. આઈપીએલ-13ની શરૂઆત 29 માર્ચથી મુંબઈમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચેની મેચથી થવાની હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ભારત સરકાર તરફથી જાહેર એડવાઇઝરી બાદ બીસીસીઆઈ અધ્યક્ષ
 
રમત ગમતઃ 2 સપ્તાહ માટે IPL ટાળવામાં આવી, 15 એપ્રિલ થશે શરૂ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે ટૂર્નામેન્ટને બે સપ્તાહ માટે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટૂર્નામેન્ટની 13મી સીઝનની શરૂઆત 15 એપ્રિલથી થશે. આઈપીએલ-13ની શરૂઆત 29 માર્ચથી મુંબઈમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચેની મેચથી થવાની હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત સરકાર તરફથી જાહેર એડવાઇઝરી બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, બાર્ડ સચિવ જય શાહ અને ઈન્ડિયન પ્રિમિયર લીગના ઉચ્ચ અધિકારીઓએ આ ટૂર્નામેન્ટનો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડની રિલીઝ મુજબ, બીસીસીઆઈ (BCCI)એ IPL 2020ને 15 એપ્રિલ સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. આ પગલું કોરોના વાયરસના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાને લઈ તકેદારીના ભાગ રૂપે ઉઠાવવામાં આવ્યું છે. બીસીસીઆઈ આ મુદ્દાને લઈ પોતાના હિતધારકો અને લોકોના સ્વાસ્થ્યને લઈ ચિંતિત છે. બીસીસીઆઈ આ મામલે સરકારની સાથે કામ કરી રહ્યું છે.

ઈન્ડિયન પ્રિમિયર લીગના આયોજનને લઈ શનિવાર 14 માર્ચે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક થવાની હતી, જેમાં તમામ આઠેય ફ્રેન્ચાઈઝી માલિકોને પણ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલાજ બીસીસીઆઈ (BCCI) દ્વારા લીગને લગભગ બે સપ્તાહ આગળ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે જ દિલ્હી સરકારે પણ ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચો પર રોક લગાવી દીધી હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આગામી આદેશ સુધી આઈપીએલ મેચો પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, કર્ણાટક સરકારે પણ આઈપીએલની મેજબાનીથી હાથ ખેંચી લીધા હતા, જ્યારે મહારાષ્ટ્ર સરકારે ટિકિટ વેચાણ પર રોક લગાવી દીધી હતી.