રમત-ગમતઃ BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્રસિંહ ધોની બહાર

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર કરતા ચકચાર મચી છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલી કોન્ટ્રાક્ટની યાદીમાંથી મહેન્દ્રસિંહ ધોનીનું નામ બાકાત છે. અત્રે જણાવવાનું કે વિશ્વકપમાંથી બહાર થયા બાદ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ધોનીએ ટેસ્ટ મેચમાંથી તો નિવૃત્તિ જાહેર કરી જ દીધી છે. BCCIના
 
રમત-ગમતઃ BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્રસિંહ ધોની બહાર

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર કરતા ચકચાર મચી છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલી કોન્ટ્રાક્ટની યાદીમાંથી મહેન્દ્રસિંહ ધોનીનું નામ બાકાત છે. અત્રે જણાવવાનું કે વિશ્વકપમાંથી બહાર થયા બાદ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ધોનીએ ટેસ્ટ મેચમાંથી તો નિવૃત્તિ જાહેર કરી જ દીધી છે. BCCIના આ નિર્ણયથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ધોની માટે નેશનલ ટીમમાં રમવાનો રસ્તો હવે મુશ્કેલ બની ગયો છે. ધોનીને ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કોઈ પણ કોઈ પણ કેટેગરીમાં જગ્યા આપવામાં આવી નથી.

રમત-ગમતઃ BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્રસિંહ ધોની બહાર
file photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂચીમાં નામ સામેલ ન થવાથી એવું કહેવાય છે કે BCCIએ ધોનીને સંકેત આપી દીધા છે. બોર્ડે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 માટે કોન્ટ્રાક્ટ લિસ્ટ બહાર પાડ્યું છે. કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ,ને ગ્રેડ A+ (7 કરોડ)માં રાખવામાં આવ્યાં છે. ભારતને પોતાની કેપ્ટનશીપમાં 2011માં વર્લ્ડ કપ જીતાડી ચૂકેલા ધોનીએ કેરિયરમાં 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 ઈન્ટરનેશનલ મેચો અત્યાર સુધી રમેલી છે. જ્યારે ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાંથી તેણે નિવૃત્તિ જાહેર કરી છે. આ ફોર્મેટમાં પણ તેણે કુલ 4876 રન બનાવ્યાં છે. જ્યારે વનડેમાં તેના નામે 10773 રન અને ટી20 ઈન્ટરનેશનલમાં 1617 રન નોંધાયેલા છે.

ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મેચોમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની છેલ્લી વનડે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપ સેમીફાઈનલ તરીકે રમ્યો અને તેમાં 50 રન કર્યાં. જો કે આ મેચમાં મળેલી હારના કારણે ભારતની વર્લ્ડ કપ જીતવાની આશાઓ તૂટી ગઈ હતી. ત્યારથી ધોની કોઈ મેચ રમ્યો નથી.