આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ પર નિયંત્રણ બાદ જ્યારે પણ ક્રિકેટ બીજીવાર શરૂ થશે તો ખેલાડીઓને સંક્રમણથી બચાવવા માટે આઈસીસી બોલ પર લાળનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી શકે છે. અનિલ કુંબલેની આગેવાની વાળી ક્રિકેટ કમિટીએ સોમવારે આ ભલામણ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોમવારે વીડિયો કોન્ફરન્સથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કમિટીએ એકવાર ફરી પ્રત્યેક મેચમાં અતટસ્થ અમ્પાયરોના નિયમને પરત લેવા પર ભાર આપ્યો છે. કમિટીએ કહ્યું કે, હાલના સમયમાં આપણે બધા અસામાન્ય સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ. આ સમયે કમિટીની આ તમામ ભલામણો વચગાળાની છે, જેથી બધાની સુરક્ષાનો ખ્યાલ રાખી શકાય અને ક્રિકેટને ફરી પાટા પર લાવી શકાય.

બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધને જો માન્યતા મળે છે તો તે કહી શકાય કે આ ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થશે. પરંતુ આ પરિવર્તન બાદ બોલ અને બેટની આ રમતમાં સંતુલન કેટલું પ્રભાવિત થાય છે તે આવનારો સમય જણાવશે. આ પહેલા માઇકલ હોલ્ડિંગ અને વકાસ યૂનિસ જેવા પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર આ આઇડિયાને
બકવાસ ગણાવી ચુક્યા છે. હવે આ ભલામણોને મંજૂરી મળી જાય તો આઈસીસી બોર્ડની સામે રાખવામાં આવશે.

25 May 2020, 9:35 AM (GMT)

COVID-19 Global Stats

5,567,673 Total Cases
346,892 Death Cases
2,353,216 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code