રમત-ગમતઃ રોહિત-મયંકે ફટકારી ‘ત્રેવડી સદી’, અનેક નવા રેકોર્ડ બન્યા

અટલ સમાચાર, ડેસ્ક
દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડીએ પહેલી વિકેટ માટે રેકોર્ડ 317 રનની પાર્ટનરશીલ કરી ઈતિહાસ રચી દીધો. આ દરમિયાન જ્યાં મયંકે પોતાની ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી ફટકારી, બીજી તરફ, રોહિત શર્મા 167 રન બનાવીને દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજનો શિકાર બન્યો. તેને ક્વિન્ટન ડી કૉકએ સ્ટમ્પ આઉટ કર્યો. જોકે, પોતાની આ ત્રેવડી સદીની ભાગીદારી દરમિયાન મયંક અને રોહિતે ટેસ્ટ ક્રિકેટના અનેક રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વિશાખાપટ્ટનમમાં ત્રણ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ રમી રહ્યા છે.

1. મયંક અગ્રવાલ અને રોહિત શર્મા દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સદી ફટકારનારી દુનિયાની પહેલી ઓપનિંગ જોડી બની ગઈ છે.
2. આ ઓપનિંગ જોડીએ બંને દેશોની વચ્ચે રમાયેલી તમામ ટેસ્ટમાં સૌથી વધુ રનોની ભાગીદારીનો રેકોર્ડ પણ સ્થાપ્યો. આ પહેલા કોલકાતામાં વર્ષ 1996માં ગૈરી કર્સ્ટન અને એન્ડ્રયૂ હડસને પહેલી વિકેટ માટે ભારતની વિરુદ્ધ 236 રનની ભાગીદારી કરી હતી.
3. રોહિત અને મયંકની જોડી દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ત્રેવડી સદીની ભાગીદારી કરનારી પણ પહેલી ભારતીય ઓપનિંગ જોડી બની ગઈ.
4. મયંક અને રોહિતની ભાગીદારી એક રીતે ખાસ રહી. આ જોડી સ્થાનિક મેદાન પર પોતાની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારનારી પણ પહેલી ભારતીય જોડી બની ગઈ છે.
5. દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ આ ભારતની સૌથી વધુ રન કરનારી ઓપનિંગ ભાગીદારી છે. આ પહેલા વર્ષ 2004માં કાનપુર ટેસ્ટમાં વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ઓપનિંગ જોડી તરીકે 218 રન કર્યા હતા.

ભારતના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ દસમો પ્રસંગ છે જ્યારે ટીમના બે ઓપનરોએ એક જ ઇનિંગમાં સદી ફટકારી છે. આ પહેલા વર્ષ 2018માં અફઘાનિસ્તાનની વિરુદ્ધ શિખર ધવન અને મુરલી વિજયે આ સિદ્ધિ મેળવી હતી. જોકે, મયંક અગ્રવાલ અને રોહિત શર્માની પાર્ટનરશીપ ત્યારે તૂટી ગઈ જ્યારે રોહિત દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજની બોલિંગ સ્ટમ્પ આઉટ થયો. રોહિતે 176 રન કર્યા. તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના સૌથી વધુ સ્કોરથી માત્ર 1 રન દૂર રહી ગયો.