આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ભારતની વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલ કપિલ દેવના નિધનની અફવા ઉડી છે. તેની સાછે જ તેમણે એક વીડિયો બહાર પાડીને પોતાના નિધનની અફવાને ફગાવી દીધી હતી. તેમણે આ વીડિયોમાં એક પ્રાઈવેટ બેંક સાથે વાત કરવા વિશે જણાવ્યું છે. કપિલ દેવે 21 સેકન્ડના આ વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે સ્વસ્થ્ય જોવા મળી રહ્યા છે. કપિલ દેવની 23 ઓક્ટોબરના રોજ એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. તેઓ 25 ઓક્ટોબરના રોજ ફોર્ટિસ-એસ્કોર્ટ્સ હર્ટ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીથી ડિસ્ચાર્જ પણ થઈ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા સોમવારે સોશિયલ મીડિયા પર અહેવા અહેવાલ આવી રહ્યા હતા કે કપિલ દેવ ફરીથી હોસ્પિટલમાં દાખલ થયા છે. કેટલાક લોકોએ તેમના નિધનની અફવા પણ ઉડાડી હતી. ત્યાર બાદ કપિલે એક વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે, “હાય, હું કિપલ દેવ બોલી રહ્યો છું હું 11 નવેમ્બરે બાર્કલે પરિવાર સાથે મારી કહાની શેર કરીશ, કેટલી ક્રિકેટ સંબંધીત હશે, કેટલીક યાદો. તહેવાલની સીઝન ચાલુ છે માટે તૈયાર થઈ જાવ સવાલ-જવાબની સાથે.”

કપિલ દેવ સાથે જોડાયેલ સૂત્ર એ વાતથી ગુસ્સે અને હેરાન હતા કે લોકોએ તેના નિધનની અફવા ફેલાવી દીધી. તેમાંથી એકે એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, “દરેક જગ્યાએ નકારાત્મક લોકો હોય છે. ખોટા સમાચારને દબાવી દો. વીડિયો સોમવારે બનાવવામાં આવ્યો છે. અફવાઓ આવ્યા બાદ બેંક સાથે વાતચીત ઓનલાઈ હશે.” તમને યાદ અપાવીએ કે કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code