રમત-ગમતઃ ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં ધોનીએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને જીત અપાવી
ipl

અટલ સમાચાર, ડેસ્ક


મુંબઈ ઈન્ડિયન્સને ટી-20 લીગની વર્તમાન સિઝનમાં સતત 7મી હાર મળી છે. IPL 2022 ની એક મેચમાં ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં ટીમને 3 વિકેટથી હરાવ્યું છે. ધોનીએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી. 7 મેચમાં મુંબઈની આ સતત 7મી હાર છે. આ સાથે જ સીએસકેની 7 મેચમાં આ બીજી જીત છે. મેચમાં (MI vs CSK) મુંબઈએ પ્રથમ રમતમાં 7 વિકેટે 155 રનનો સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. તિલક વર્માએ અણનમ અડધી સદી રમી હતી. ડાબોડી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ 19 રનમાં 3 વિકેટ લીધી હતી. જેના જવાબમાં CSKની ટીમે 3 વિકેટે 156 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ડાબોડી ફાસ્ટ બોલર ડેનિયલ સેમસે 4 વિકેટ ઝડપી હતી પરંતુ તેની ટીમ જીતી શકી ન હતી.

લક્ષ્યનો પીછો કરતા CSKની શરૂઆત સારી રહી ન હતી. ડેનિયલ સેમ્સે ઇનિંગ્સના પ્રથમ બોલ પર ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો. નંબર-3 પર ઉતરેલ મિશેલ સેન્ટનર પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. તે 9 બોલમાં 11 રન બનાવીને સેમ્સનો બીજો શિકાર બન્યો હતો. 16 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ રોબિન ઉથપ્પા અને અંબાતી રાયડુએ ટીમની કમાન સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 50 રન જોડ્યા હતા. ઉથપ્પા 25 બોલમાં 30 રન બનાવીને જયદેવ ઉનડકટના હાથે આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

શિવમ દુબેએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે મુંબઈ સામે કંઈ ખાસ કરી શક્યા ન હતા. તે 14 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. સેમ્સના બોલ પર વિકેટકીપર ઈશાન કિશને તેનો શાનદાર કેચ પકડ્યો હતો. 13 ઓવર પછી CSKનો સ્કોર 4 વિકેટે 88 રન હતો. હવે તેને 42 બોલમાં 68 રનની જરૂર હતી. આ દરમિયાન રાયડુ 40 રન બનાવીને સેમ્સનો ચોથો શિકાર બન્યો હતો. તેણે 35 બોલનો સામનો કર્યો હતો. 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.CSKને છેલ્લી 5 ઓવરમાં 53 રન કરવાના હતા અને 5 વિકેટ હાથમાં હતી. 16મી ઓવરમાં ઝડપી બોલર મેરેડિથે જાડેજાને આઉટ કરીને મુંબઈને મોટી સફળતા અપાવી હતી. તેણે 8 બોલમાં 3 રન બનાવ્યા હતા. સેમસે 4 ઓવરમાં માત્ર 30 રન આપ્યા અને 4 વિકેટ લીધી. હવે અપેક્ષા માત્ર ધોની પાસેથી જ હતી. 18 બોલમાં 42 રનની જરૂર હતી. 18મી ઓવરમાં 14 રન. જ્યારે પ્રિટોરિયસે ઉનડકટની બોલ પર સિક્સર ફટકારી ત્યારે ધોનીએ ફોર ફટકારી હતી. હવે CSKને 2 ઓવરમાં 28 રન બનાવવાના હતા.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જસપ્રીત બુમરાહે 19મી ઓવર નાખી હતી. ડ્વેન પ્રિટોરિયસ પ્રથમ બોલ પર સ્કોર કરી શક્યો નહોતો. બીજા બોલ પર ચાર. ત્રીજા બોલ પર એક રન લીધો હતો. ચોથા બોલ પર ધોનીએ રન લીધો હતો. 5મા બોલ પર પ્રિટોરિયસે ફરી ચોગ્ગો ફટકાર્યો હતો. છઠ્ઠા બોલ પર એક રન બનાવ્યો હતો. છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા. ઉનડકટે પ્રથમ બોલ પર પ્રિટોરિયસને આઉટ કર્યો હતો. તેણે 14 બોલમાં 22 રન બનાવ્યા હતા. બીજા બોલ પર બ્રાવોએ એક રન લીધો હતો. ધોનીએ ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. ચોથા બોલ પર ચાર રન લીધા હતા. હવે 2 બોલમાં 6 રન બનાવવાના હતા. ધોનીએ 5માં બોલ પર 2 રન લીધા હતા. ધોનીએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને જીત મેળવી હતી. ધોની 13 બોલમાં 28 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 3 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો.