રમત-ગમતઃ ગુજરાત ટાઇટન્સ IPL 2022નું ચેમ્પિયન, ફાઇનલ મેચમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું, જાણો સંપૂર્ણ માહિતી
_hardik_

અટલ સમાચાર, ડેસ્ક
  

IPL 2022ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra modi Stadium)માં રમાઇ હતી. આ મેચમાં દર્શકોની જોરદાર ભીડ જોવા મળી હતી. જેમા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ના સૌથી વધુ ફેન્સ હતા. આજની મેચમાં પ્રથમ બેટંગ કરતા રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરના અંતે 130 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સની ટીમે લક્ષ્યનો પીછો કરતા શાનદાર લયમાં શરૂઆત કરી હતી અને જીત મેળવી લીધી હતી.

રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 130 રન બનાવીને ગુજરાત ટાઇટન્સને ટાઇટલ જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રાજસ્થાન તરફથી ઓપનર જોસ બટલરે (39) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય યશસ્વી જયસ્વાલે 16 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 22 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે સાઈ કિશોરને 2 વિકેટ મળી હતી. ઝડપી બોલર મોહમ્મદ શમી, યશ દયાલ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી.


ગુજરાત ટાઇટન્સની ટીમે 131 રનના લક્ષ્યનો પીછો કરતા સારી શરૂઆત કરી હતી પરંતુ બીજી ઓવરમાં જ ગુજરાતની ટીમને રિદ્ધિમાન સાહાના સ્વરૂમાં પ્રથમ ઝટકો મળ્યો હતો. રિદ્ધિમાન સાહા 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. ત્યા જ ટ્રેન્ટ બોલ્ટે ઇનિંગની 5મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો આપ્યો હતો હતો. તેણે ત્રીજા બોલ પર મેથ્યુ વેડ (8)ને રિયાન પરાગના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વેડે 10 બોલમાં 1 છગ્ગાની મદદથી 8 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. તેને હવે 10 ઓવરમાં એટલે કે 60 બોલમાં જીતવા માટે 77 રનની જરૂર હતી. ત્યારે જ કેપ્ટન હાર્દિક પંડ્યા 30 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો, હાર્દિક પંડ્યાની વિકેટ યુઝવેંન્દ્ર ચહલે લીધી હતી.