દુર્ઘટના@સુરતઃ 21 કિલોમીટરની હાફ મેરેથોન દોડ દરમ્યાન યુવકનું મોત
અટલ સમાચાર, ડેસ્ક સુુુુુુરતના તાપી જિલ્લામાં યોજાયેલ 21 કિલોમીટર હાફ મેરેથોન દોડ દરમિયાન યુવકનું અચાનક મોત નિપજયું હતું, જેને પગલે અન્યય દોડવીર સહિત મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. તાપી જિલ્લાના વ્યારા ખાતે રોટરી કલબ અને તાપી રેસર ગ્રૃપ દ્વારા મોન્સૂન હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1200 જેટલા દોડવીરોએ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવી
Sep 9, 2019, 13:51 IST

અટલ સમાચાર, ડેસ્ક
સુુુુુુરતના તાપી જિલ્લામાં યોજાયેલ 21 કિલોમીટર હાફ મેરેથોન દોડ દરમિયાન યુવકનું અચાનક મોત નિપજયું હતું, જેને પગલે અન્યય દોડવીર સહિત મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

તાપી જિલ્લાના વ્યારા ખાતે રોટરી કલબ અને તાપી રેસર ગ્રૃપ દ્વારા મોન્સૂન હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1200 જેટલા દોડવીરોએ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવી ભાગ લીધો હતો. આ દરમિયાન 21 કિિલોમીટરની દોડમાં સુરતના 35 વર્ષીય યુવક પાર્થ રાંદેરીએ પણ ભાગ લીધો હતો.
જેની દોડ પુરી થવાનેે અમુક જ મીટર બાકી દરમ્યાન અચાનક ઢળી પડ્યો હતો. આથી તેને સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પીએમ કરાવ્યા બાદ મૃતકના વિશેરાને વધુ તપાસ માટે સુરત મોકલવામાં આવ્યા છે.