અશ્વિનની ઓવરમાં જોસ બટલર માંકડ સ્ટાઇલમાં રન આઉટ થયો

અટલ સમાચાર, ડેસ્ક આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને કિગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં એક અજીબ રીતે રન આઉટ થવાની ઘટના સામે આવી હતી. રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર માંકડ સ્ટાઇલમાં રન આઉટ થયો હતો. મેચની 13મી ઓવર અશ્વિન કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલે નોન સ્ટ્રાઇક ઉપર રહેલો બટલર બોલ ફેંકે તે પહેલા ક્રઝની બહાર
 
અશ્વિનની ઓવરમાં જોસ બટલર માંકડ સ્ટાઇલમાં રન આઉટ થયો

અટલ સમાચાર, ડેસ્ક

આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને કિગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં એક અજીબ રીતે રન આઉટ થવાની ઘટના સામે આવી હતી. રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર માંકડ સ્ટાઇલમાં રન આઉટ થયો હતો. મેચની 13મી ઓવર અશ્વિન કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલે નોન સ્ટ્રાઇક ઉપર રહેલો બટલર બોલ ફેંકે તે પહેલા ક્રઝની બહાર ચાલ્યો ગયો હતો. આથી અશ્વિને બેલ્સ પાડી દીધા હતા અને આઉટની અપીલ કરી હતી. મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ માંગી હતી. રિપ્લેમાં બટલર આઉટ જણાયો હતો. જેથી અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. જોકે આવી રીતે આઉટ થતા બટલર ગુસ્સે ભરાયો હતો અને અિશ્વન સાથે મેદાનમાં રકઝક પણ થઈ હતી. બટલરે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. જોકે તે અનલકી રીતે આઉટ થયો હતો. બટલરે 43 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 69 રન બનાવ્યા હતા.

નોન સ્ટ્રાઈક પર બેટ્સમેન બોલર બોલ ફેકે તે પહેલા ક્રઝની આગળ નિકળી જાય અને બોલર રન આઉટ કરી દે તો તેને માંકડ સ્ટાઈલથી રન આઉટ કર્યો કહેવાય છે. 1947/48માં સિડની ટેસ્ટમાં સૌ પહેલા ભારતના વિનુ માંકડે ઓસ્ટ્રેલિયાના નોન સ્ટ્રાઈકર બેટ્સમેન બિલ બ્રાઉનને આ રીતે આઉટ કર્યો હતો. આ સમયથી તેને માંકડ સ્ટાઇલથી રન આઉટ કહેવાય છે. જોકે આ રન આઉટનેને ક્રિકેટની ખેલદિલી વિરુનું કૃત્ય મનાય છે.