ઇન્ડિયા vs ઑસ્ટ્રેલિયાઃ 5 વન ડે સીરીઝની આજે નિર્ણાયક મેચ
ઇન્ડિયા vs ઑસ્ટ્રેલિયાઃ 5 વન ડે સીરીઝની આજે નિર્ણાયક મેચ

અટલ સમાચાર, ડેસ્ક

ઑસ્ટ્રેલિયા સામે વન ડે સીરીઝની આજે અંતિમ અને નિર્ણાયક મેચ છે. ફિરોઝ શાહ કોટલા મેદાન તૈયાર છે. દિલ્હીમાં વાદળ છવાયેલા છે. આ મેદાન પર બપોરે દોઢ વાગ્યે મુકાબલો થવાનો છે. ભારત અને ઑસ્ટ્રેલિયા 2-2થી સીરઝમાં બરાબરી પર છે. ભારતે પાંચ મેચની શરૂઆતની બંને મેચો જીતી લીધી હતી, જ્યારે કાંગારૂઓએ ત્યારબાદની બંને મેચ જીતીને વળતો જવાબ આપ્યો.

આજે થનારી મેચ જીતીને ભારત પાસે ઑસ્ટ્રેલિયા સામે સતત ત્રીજી વન ડે સીરીઝ જીતવાની તક છે. આ પહેલા ભારતે 2017/18માં ઑસ્ટ્રેલિયાનાં પ્રવાસે 4-1થી સીરીઝ જીતી હતી અને ત્યારબાદ 2018-19માં ભારતે ઑસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં 2-1થી હરાવ્યું હતુ. તો ઑસ્ટ્રેલિયાએ ભારત આવતા જ અપેક્ષાથી વધારે સારું પ્રદર્શન કર્યું. ઑસ્ટ્રેલિયાએ પહેલા ભારતને ટી-20 સીરીઝમાં 2-0થી હરાવ્યું અને ત્યારબાદ વન ડેમાં પર બરાબરીનું પ્રદર્શન કર્યું.

સંભવિત ટીમઃ

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, ઋષભ પંત, કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

ઑસ્ટ્રેલિયા: એરૉન ફિંચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, શૌન માર્શ, પીટર હેન્ડસ્કૉમ્બ, ગ્લેન મેક્સવેલ, એસ્ટોન ટર્નર, એલેક્સ કૈરી, પેટ કમિન્સ, રીચાર્ડસન, એડમ ઝેમ્પા, જેસન બેહ્નડ્રૉપ/નાથન લીયોન