IPL-2019:બોલ સ્ટંપને લાગવા છતા બેલ્સ ન પડતા લિનને મળ્યું જીવતદાન
અટલ સમાચાર, ડેસ્ક IPL-2019ની રવિવારે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ એકતરફી રહી. દિનેશ કાર્તિકની કેપ્ટનશિપવાળી KKRએ મેચમાં સરળ વિજય મેળવ્યો. આમ તો મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટીમની ગેમનું સ્તર કોલકાતા નાઈટ રાઈડર્સની સરખમણીમાં ઘણી નીચી કક્ષાનું રહ્યું હતું. સાથે જ કાલે લક પણ અજિંકે રહાણેની ટીમની ફેવરમાં નહોતું. મેચમાં KKRની ઈનિંગની શરૂઆતમાં
                                          Apr 8, 2019, 14:21 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, ડેસ્ક
IPL-2019ની રવિવારે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ એકતરફી રહી. દિનેશ કાર્તિકની કેપ્ટનશિપવાળી KKRએ મેચમાં સરળ વિજય મેળવ્યો. આમ તો મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટીમની ગેમનું સ્તર કોલકાતા નાઈટ રાઈડર્સની સરખમણીમાં ઘણી નીચી કક્ષાનું રહ્યું હતું. સાથે જ કાલે લક પણ અજિંકે રહાણેની ટીમની ફેવરમાં નહોતું. મેચમાં KKRની ઈનિંગની શરૂઆતમાં જ નસીબે ટીમના ઓપનર ક્રિસ લિનનો સાથ આપ્યો હતો.

બોલ સ્ટંપ પર લાગવા છતા બેલ્સ ન પડતા ક્રિસને જીવનદાન મળ્યું હતું. ક્રિસ લિન તે સમયે 13 રન પર હતો. ત્યારબાદ તેણે 32 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. મજાની વાત એ છે કે, લિનને આ બોલ ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીએ નાખી હતી અને બોલ ખૂબ જ જોરથી સ્ટંપ પર લાગવા છતા બેલ્સ ન પડતા સૌ કોઈ હેરાન થઈ ગયા હતા.

