રીપોર્ટ@ગુજરાત: ક્રિકેટ મેચના ખેલાડીઓના બેટ સહિતના 16 લાખનો સમાન ચોરાઇ ગયો,પહેલીવાર આવી ઘટના બની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
. દિલ્હી કેપિટલ્સની સતત 5 મેચમાં હાર થઈ છે. ટીમના સુકાની ડેવિડ વોર્નર છે અને ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે જોવા મળતા ચાહકોમાં ભારે નિરાશા છવાઇ છે.
આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
અહેવાલો અનુસાર બેંગ્લોરથી દિલ્હી પરત ફરતી વખતે ડીસીના ખેલાડીઓનું બેટ અને અન્ય સામાન ગાયબ (Cricket Equipment Stolen) થઈ ગયો હતો. આ સમાચાર આગની જેમ પ્રસરતા ફેન્સ સહિત સૌ કોઇ હેરાઇ થઇ ગયા હતા.
લાખોનો સામાન થયો ચોરી
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ બેંગ્લોરથી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમના સામાનમાંથી તેમના બેટ, પેડ અને અન્ય ક્રિકેટના સાધનો ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની જાણ ખેલાડીઓને એક દિવસ પછી થઇ હતી, કારણ કે કાર્ગોમાંથી કિટ બેગ એક દિવસ પછી આવી હતી. લગભગ તમામ ખેલાડીઓના બેટ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બેટ્સમેન યશ ધુલેના ઓછામાં ઓછા પાંચ બેટ ગાયબ છે. વિદેશી ખેલાડીઓના ચોરાઇ ગયેલા પ્રત્યેક બેટની કિંમત 1 લાખ રૂપિયા હતી.
ટીમનું પ્રદર્શન રહ્યું છે સતત ખરાબ
ડીસી હાલ મુદ્દાને કેવી રીતે ઉકેલવો અને પોલીસની મદદ લઈ શકે કે કેમ તે અંગે વિચારણા કરી રહ્યું છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ માટે દાઝતા પર મીઠું પડવા જેવી સ્થિતિ છે. કારણ કે આ ટીમ આઈપીએલ 2023ના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. ટીમ અત્યાર સુધી પોતાની પાંચેય મેચ હારી ચૂકી છે, જેથી ફેન્સ પણ ખૂબ નિરાશ છે. દિલ્હી કેપિટલ્સ 15 એપ્રિલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની અગાઉની મેચ હારી ગયું હતું. ટીમની આગામી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમના હોમ એરેનામાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમી રહી છે.
પહેલી વખત ચોરાયો ખેલાડીઓનો સામાન
નોંધનીય છે છે કે, આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં ખેલાડીઓના સાધનો ગાયબ થઈ ગયા છે. આઈપીએલ સામાન્ય રીતે લોજિસ્ટિક્સ કંપનીને ભાડે રાખે છે. જે એક ડેસ્ટિનેશનથી બીજે સરળતાથી કિટબેગ ટ્રાન્સફર કરવા માટે જવાબદાર હોય છે. કિટબેગને ખેલાડીઓના રૂમની બહાર રાખવામાં આવે છે અને તેને હોટલમાં પહોંચ્યા બાદ ક્રિકેટરોને સોંપવામાં આવેલા રૂમની સામે મૂકવામાં આવે છે